રાજકોટ: પ્રેમ પ્રકરણ મામલે મારામારી, 1નું મોત જ્યારે 2 ઘાયલ
17, ઓક્ટોબર 2020

રાજકોટ-

જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં ચામુંડા ચોકમાં હત્યા વાંક પરિવારની ભાણેજ સાથે ઉદય નામના પ્રેમ થઈ ગયો હતો. યુવકને યુવતીના મામા આડખીલી રૂપ લાગતા ઉદયે તેના સાથીઓ સાથે વાંક પરિવાર પર ધોકા પાઇપ વડે હુમલો કર્યો હતો, જેમાં એકનું મોત તો બે ભાઈઓને ઇજા પહોંચી હતી. બે પરિવારો સામ સામે પાઇપ ધોકા જેવા હથિયારો સાથે મારા મારી પર ઉતરી આવ્યા હતા. જેમાં દિલુ વાંક નામના વ્યક્તિને ગંભીર ઇજા થઇ હતી અને તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

જેતપુરના સામ કાંઠા વિસ્તારમાં બહાદુરસિંહ નાગભાઇ વાંક અને તેના ભાઈ દિલુ વાંક અને દડુભાઇ વાંક તેના પરિવાર સાથે રહે છે. તેની સાથે તેની રિસામણે આવેલી બહેન હકુબેનને તેની 19 વર્ષની દીકરી જાનકી પણ સાથે જ રહે છે. જાનકી અને તેની માતા છેલ્લા 3 વર્ષ થયા જેતપુર રિસામણે તેના મામાના ઘેર રહેતા હતા. જાનકીની માતા અને તેના પતિ અને જાનકીના પિતા સાથે કોઈ બાબતે વાંધો પડતા તેવો જેતપુરમાં તેને મામાના ઘેર રહેતી હતી. જાનકીને આજ વિસ્તારમાં રહેતા ઉદય ભાણકુ શેખવા સાથે પ્રેમ સબંધ બંધાયો હતો અને તેની જાણ જાનકીના મામા બહાદુરસિંહ અને દિલુ વાંકને થઇ હતી. જેને લઇને તેવોએ ઉદય શેખવાને સમજાવવાનો પ્રયાસ કર્યો હાતો પરંતુ ઉદય સમજ્યો ન હતો, અને ઉદયે કહ્યું હતું કે, જાનકીને હું મારી પત્ની બાનવીશ જેને લઈને માથાકૂટ થઇ હતી. 

જાનકીના માતાને તેના પિતા સાથે સમાધાન થઇ જતા જાનકી અને તેની માતાને તેના સાસરે ઉપલટા તાલુકાના ઢાંક ગામે પરત ગયા હતા. જેને લઈને ઉદય ભાણાકુ શેખવાએ જાનકી ના મામા બહાદુરસિંહ વાંક અને દિલુ વાંક અને દડુભાઇ વાંકને કહ્યું હતું કે, તમે શા માટે જાનકીને તેના પિતા અને ગામ પરત પાછી મોકલી આ સમગ્ર ઘટનાના પગલે જાનકીના પ્રેમી એવા ઉદયને ગમ્યું ન હતુંજયારે જાનકીના મામા દડુભાઇ અને દિલુભાઈ વાંક ચામુંડા ચોકમાં બેઠા હતા, ત્યારે ઉદય ભાણકુ શેખવા, તેનો ભાઈ દિલુ ભાણકુ શેખવા અન્ય બે અજાણ્યા વ્યક્તિ સાથે આવ્યા અને બેઝબોલના ધોકા લોખંડના પાઇપ જાનકીના મામા દડુભાઈ વાંક અને દિલુભાઈ વાંક ઉપર તૂટી પડ્યા હતા. જેમાં દિલુભાઈ વાંક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જયારે તેના ભાઈ બહાદુરભાઈ, દાદુભાઈ વાંક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોપી ભાણકુ શેખવા, તેનો ભાઈ દિલુ ભાણકુ શેખવા અને અન્ય 2 વ્યક્તિ સહિત 4 લોકોની પોલીસે ધરપકડ કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution