રાજકોટ-

શહેરના બહુમાળી ભવન ખાતે આજે શહેર કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ અર્જુન ડાંગર, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના કોંગી આગેવાનો જોડાયા હતા. જો કે પોલીસ તંત્ર દ્વારા ધરણા કાર્યક્રમની મંજૂરી ન હોવા છતાં ધરણા યોજ્યા હોવાના કારણે કોંગી નેતા અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. રાજકોટમાં ત્રણ દિવસ પહેલા વોર્ડ નંબર 12ના પૂર્વ મહિલા કોર્પોરેટર ઉર્વશી બા જાડેજાના પતિ કનકસિંહ જાડેજાની પોલીસે લેન્ડ ગ્રેમિંગ કાયદા મુજબ અટકાયત કરતા, કોંગ્રેસ દ્વારા કોંગી નેતાની ધરપકડના વિરોધમાં બહુમાળી ચોક ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા. જેની ગઈકાલે કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નર પાસે મંજૂરી માંગી હતી. જે આપી હોવાનું કોંગ્રેસ દ્વારા જણાવામાં આવ્યું હતું. પરંતુ આજે સવારે પોલીસે ધરણાંની મંજૂરી નહિ મળી હોવાનું કહીને કોંગી નેતાઓની અટકાયત કરી હતી.રાજકોટ શહેરના બહુમાળી ભવન ખાતે આજે શહેર કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ અર્જુન ડાંગર, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના કોંગી આગેવાનો જોડાયા હતા.