રાજકોટ-

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારોનું લીસ્ટ જાહેર થયું છે. જેમાં 60 જેટલા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે 12 જેટલા પૂર્વ કોર્પોરેટરને પણ રિપિટ કરવામાં આવ્યા છે. આજ રોજ વિધિવત રીતે ભાજપના તમામ 18 વોર્ડના 72 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. શહેરના રેસકોર્ષ સરદાર પટેલ બહુમાળી ભવન ખાતે પ્રથમ સભા યોજી ત્યાર બાદમાં ઉમેદવારો ફોર્મ ભરશે. મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણી ફોર્મ ભરવા માટે 72 કોર્પોરેટર સરદાર વલ્લભભાઈની પ્રતિમાને ફૂલહાર કરી અને પ્રતિજ્ઞા લઈને 12:39 વાગ્યે 72 કોર્પોરેટર એકી સાથે બહુમાળીથી જૂની કલેક્ટર કચેરી સુધી રેલી યોજી ત્યારબાદ ફોર્મ ભર્યા હતા. પરંતુ ભાજપની સભામાં નિયમનો ઉલાળિયો કરવામાં આવ્યો હતો. સભાસ્થળ પર 1000 વધુ કાર્યકર્તા જોવા મળ્યા હતા. સોશિયલ ડિસ્ટન્ટસનો ભંગ કરતા જોવા મળ્યા હતા. બહુમાળી ચોકથી રેલી કાઢી વિધિવત રીતે 72 કોર્પોરેટરોએ 12:39 જૂની કલેક્ટર કચેરીએ ફોર્મ ભર્યા હતા.