રાજકોટ-

ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે નયન જીણાભાઇ વોરાની વાડીમાં આવતા જુગાર ધામ પર ગોંડલ તાલુકા પોલીસની ટીમે જુગાર દરોડો પાડી, જુગાર રમતા નવ શખ્સોને ઝડપી રોકડ, બાઇક અને મોબાઇલ મળી કુલ રૂ. ૧.૦૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

ગોંડલ તાલુકા પોલીસની ટીમ રાત્રે પેટ્રોલીગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે શિવરાજગઢ ગામે રહેતો નયન વોરા તેની વાડીમાં જુગારનો અખાડો ચલાવી રહ્યો છે. જેના આધારે તેની વાડીમાં દરોડો પાડી જુગટુ રમતા વાડી માલીક નયન સહિત ધીરજ ગાઁડુભાઇ પટેલ, સુરેશ લાલજીભાઇ સાકરીયા, હેમંતભાઇ દેવશીભાઇ ડાભી, હસમુખ વેલજીભાઇ બાવળીયા, કાંતિ ભનુભાઇ કોળી રે. શિવરાજગઢ, જેતપુરના વિનુ વાલજીભાઇ પરમાર, ગોંડલના અતુલ કિશોરભાઇ લુવાણા, અને દિલીપ ચત્રભુજ નામના પત્તાપ્રેમીઓને પી.એસ.આઇ. એમ.જે. પરમાર, હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ઝાલા અને શકિતસિંહ જાડેજા સહિતના સ્ટાફે ઝડપી જુગારના પટમાંથી રૂ. ૩૦ હજારની રોકડ પાંચ બાઇક અને આઠ મોબાઇલ મળી કુલ રૂ. ૧.૦૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.