આવતીકાલે  ઉજવાશે રક્ષાબંધન, આ છે શુભ મૂહૂર્ત અને રાખડી બાંધવાની વિધિ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, ઓગ્સ્ટ 2020  |   2673

આવતીકાલે એટલે કે 3 ઓગસ્ટે દેશભરમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ વર્ષે કોરોનાના કારણે કેટલાક ભાઈ બહેનોએ ભેગા ન થવાનું અને મનથી રાખડી બાંધવાનું પણ નક્કી કર્યું છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનની રક્ષા કરવાના વચન સાથે નિભાવે છે. આ વર્ષે જાણે કે કોરોનાનું ગ્રહણ રક્ષાબંધનને પણ લાગ્યું હોય તેમ પહેલાં જોવા હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો નથી. તેમ છતાં આ વર્ષે જો તમે ભાઈને રાખડી બાંધો છો તો તમારે આ ખાસ વિધિ અને શુભ મૂહૂર્તને ધ્યાનમાં રાખી લેવા જરૂરી છે. જેથી તમે તહેવારનો આનંદ માણી શકો.

માનવામાં આવે છે કે જો પ્રદોષ કાળ કે ભદ્ર કાળમાં રાખડી બાંધવામાં આવે તો તે ભાઈને નુકસાન કરે છે. માટે આ બંને મૂહૂર્તમાં ક્યારેય ભાઈને રાખડી બાંધવી નહીં. રાવણની બહેને તેને આ ભદ્ર કાળમાં રાખડી બાંધી હતી તેથી તેનો પરાજય અને સર્વનાશ થયો. તમે તમારા ભાઈને બપોરે 1.16 મિનિટથી 4.24 મિનિટ સુધી અને ત્યારબાદ સાંજે 7.07 મિનિટથી રાતે 9.15 મિનિટ સુધીના મૂહૂર્તમાં રાખડી બાંધી શકશો. આ મૂહૂર્ત શ્રેષ્ઠ અને શુભ છે.

સવારે ઉઠીને નિત્યક્રમ પતાવી તૈયાર થઈ જાઓ. ઘરની સફાઈ અને પૂજા ઘરમાં પૂજા કરો. પૂજાના સ્થાને ચોખાનો લોટનો ચોક બનાવો અને અહીં માટીના ઘડાની સ્થાપના કરો. હવે ચોખા, કાચા સૂતરનું કપડું, રાઈ, નાડાછડીને એક સાથે રાખીને પૂજાની થાળી તૈયાર કરો.  થાળીમાં શુદ્ધ દેશી ધીનો દીપક કરો. થાળીમાં મીઠાઈ પણ રાખો. તમારો ભાઈ સાથે છે તો તેને બાજઠ પર બેસાડો. દૂર હોય તો તમે તેનો ફોટો રાખી શકો છો.  શુભ મૂહૂર્ત અનુસાર રાખડી બાંધતી સમયે તેનું મોઢું પૂર્વ દિશામાં રહે તે રીતે તેને બેસાડો.  ધ્યાન રાખો કે ભાઈને તિલક કરતી સમયે બહેનનું મોઢું પશ્ચિમ દિશા તરફ હોય. ભાઈને માથા પર તિલક કરીને જમણા હાથે રાખડી બાંધો. હવે ભાઈની આરતી ઉતારો અને તેને મીઠાઈ ખવડાવો.  બહેન મોટી હોય તો નાના ભાઈએ તેને પગે લાગીને આર્શિવાદ લેવા અને બહેન નાની હોય તો તેણે ભાઈને પ્રણામ કરીને તેના આર્શિવાદ લેવા જોઈએ. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution