અમદાવાદ-

કુખ્યાત અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીની બેંગલોર પોલીસ પાસેથી કસ્ટડી લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈકાલે સોમવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી. ત્યાંથી તેને બોરસદ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. બોરસદના કાઉન્સિલર પર ફાયરિંગના કેસમાં તેની અટકાયત કરવામાં આવી છે. આ મુદ્દે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે, તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે. રવિ પૂજારી રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ અને ફિલ્મ સ્ટારોને ધમકી આપીને ખંડણીનું મોટું રેકેટ ચલાવતો હતો. ખંડણી ઉઘરાવવા તેમજ રેકેટ ચલાવવા તેના પર આર્મ્સ એક્ટ તેમજ હત્યાના પ્રયાસના 70 જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને ગઈકાલે સોમવારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બેંગ્લોરથી લાવીને તેની અટકાયત કરી હતી. આ મામલે ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે, રવિ પૂજારી લોકો પાસેથી ફોન ઉપર ખંડણી માંગતો હતો. ઉલ્લેખનીય છે કે, રવિ પૂજારી 70 જેટલા ગુનામાં વોન્ટેડ છે. ગુજરાતમાં ખંડણી તેમજ બોરસદના કાઉન્સિલર પર ફાયરિંગ કેસમાં તેની અટકાયત કરવામાં આવી છે.