લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, એપ્રીલ 2026 |
2178
ભારતીય રિઝર્વ બૅંકના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં મળેલી મોનેટરી પોલિસી કમિટી(એ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ની પ્રથમ બેઠકમાં રેપો રેટ ૫.૨૫% પર યથાવત્ રાખવાનો અને પોલિસીનું વલણ ન્યટ્રલ રાખવાનો મહત્ત્વનો ર્નિણય લીધો છે. આનો અર્થ એ છે કે તમારી હોમ લોન અથવા કાર લોન ઇએમઆઇ યથાવત રહેશે, ન તો વધશે કે ન તો ઘટશે.પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને હવે બે અઠવાડિયા માટે અટકાવી દેવાયાનો અમેરિકા અને ઈઝરાયલ તથા ઈરાન દ્વારા ર્નિણય લેવાયો છે. ત્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ કડાકો બોલાઈ ગયો છે. શેરબજાર અને સોના-ચાંદીના ભાવમાં પણ તેજી દેખાઈ રહી છે. આ દરમિયાન હવે અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે કાયમી શાંતિ માટે શરતો પર મંત્રણા શરૂ થવાની છે તેને અને વૈશ્વિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને આરબીઆઇએ વેઇટ ઍન્ડ વોચ(થોભો અને રાહ જુઓ)ની નીતિ અપનાવી છે.