rcb એ ipl ૨૦૨૬ પહેલાં વીડિયો પોસ્ટ કર્યો   :કિંગ કોહલી તૈયાર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, માર્ચ 2026  |   1881


બેંગલુરુ, આઇપીએલ ૨૦૨૬ની શરૂઆત પહેલા જ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરીને ચાહકોમાં ઉત્સાહ વધારી દીધો છે. આઈપીએલની ૧૯મી સીઝન ૨૮ માર્ચથી શરૂ થવા જઈ રહી છે, ત્યારે આરસીબીએ એક વીડિયો શેર કરતા લખ્યું કે, રન મશીન સંપૂર્ણ રીતે તૈયાર છે, ચાલો આઈપીએલ ૨૦૨૬ શરૂ કરીએ. ટીમના આત્મવિશ્વાસભર્યા મેસેજથી સ્પષ્ટ સંકેત છે કે ફ્રેન્ચાઈઝી આગામી સીઝન માટે સજ્જ છે. જ્યારે પણ આરસીબી દ્વારા રન મશીન શબ્દ વાપરવામાં આવે છે, ત્યારે તેમનો સંકેત ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી તરફ જ હોય છે. ૨૦૦૮થી આઇપીએલમાં  ડેબ્યૂ કરનાર કોહલી આજે પણ આરસીબીની બેટિંગ લાઇનઅપનો સૌથી મજબૂત સ્તંભ છે. આઈપીએલ પર નજર કરીએ તો, કોહલીએ અત્યાર સુધી ૨૬૭ મેચમાં ૩૯.૫૪ની એવરેજ અને ૧૩૨.૮૫ના સ્ટ્રાઈક રેટથી કુલ ૮,૬૬૧ રન બનાવ્યા છે. જેમાં તેણે ૮ સેન્ચુરી અને ૬૩ ફિફ્ટી ફટકારી છે, જ્યારે ૧૧૩ રન તેનો હાઈએસ્ટ સ્કોર રહ્યો છે. વિરાટ કોહલીના કરિયરનું સૌથી યાદગાર વર્ષ ૨૦૧૬ રહ્યું છે, જેમાં તેણે માત્ર ૧૬ મેચમાં ૯૭૩ રન બનાવીને રેકોર્ડ સર્જ્યો હતો. તે સીઝનમાં તેણે ૪ સેન્ચુરી ફટકારી હતી, જે આજે પણ આઈપીએલના ઈતિહાસમાં એક સીઝનમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ છે. કોહલીએ અત્યાર સુધીમાં ૭૭૧ ચોગ્ગા અને ૨૯૧ છગ્ગા ફટકારીને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. આ જ કારણે ચાહકો તેને સાચા અર્થમાં રન મશીન માને છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution