કોરોના કેસમાં ફરી ઉછાળો : 12143 પોઝિટિવ કેસ નોંધાયા

 દિલ્હી-

દેશમાં કોરોનાના કેસ અને મૃત્યુદર ફરી એક વખત વધવા લાગ્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં 12143 નવા પોઝીટીવ સામે આવ્યા છે જે હજુ ગુરુવારે 9303 કેસ હતા અને એક તબકકે તે 8000 કેસની આસપાસ પહોંચી ગયા હતા. પરંતુ ફરી એક વખત કોરોનાના મૃત્યુમાં પણ વધારો થયો છે અને 103 લોકોના છેલ્લા 24 કલાકમાં મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાથી સંક્રમીત કુલ સંખ્યા 10892746 પહોંચી ગઈ છે અને મૃત્યુની સંખ્યા 155550 થઈ છે. છેલ્લા ચોવીસ કલાકમાં 11395 લોકો સ્વસ્થ થઈને બહાર આવી ગયા છે અને ચાલુ માસમાં ત્રીજી વખત 10 હજારથી ઉપર લોકો સ્વસ્થ થયા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution