રાજપીપળા-વડોદરા, તા.૨૩

માંજલપુર વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય મીરાબા રાજપુતના ચકચારભર્યા હત્યા કેસમાં ઝડપાયેલા પ્રેમી સંદિપ મકવાણાએ મીરાબાની પોતે હત્યા કરી હોવાની કબૂલાત કરતા તિલકવાડા પોલીસે તેની ધરપકડ કરી હતી. વારંવાર પ્રપોઝ કરવા છતાં મીરાબા લગ્ન કરવાની ના પાડતી હોઈ સંદિપે પ્રેમિકા મારી નહી તો કોઈની નહી તેમ નક્કી કરી મીરાબાનું હત્યાનું કાવત્રુ ઘડ્યું હતું અને મીરાબાને મળવા માટે બોલાવીને દિવસભર અલગ અલગ સ્થળે ફેરવ્યા બાદ મોડીરાત્રે કેસરપુરા ખાતે એકાંતવાળા સ્થળે લઈ જઈ મીરાબાને તેના જ દુપટ્ટા વડે ગળે ટુંપો આપીને હત્યા કરી હતી.

માંજલપુર દરબારચોકડી પાસે પરિવાર સાથે રહેતી ૨૦ વર્ષીય મીરાબા નિલેશભાઈ સોલંકીએ તાજેતરમાં ધો.૧૨ની બોર્ડની પરીક્ષા આપી હતી. ગત ૧૬મી તારીખના શનિવારને તે ઘરે કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા બાદ ભેદી સંજાેગોમાં ગુમ થઈ હતી અને ત્યારબાદ તેણે તેની પિતરાઈ બહેનને વોટ્‌સએપ પર મેસેજ કર્યો હતો કે હું સંદીપ સાથે છું , ચિંતા કરશો નહી, રવિવારે સાંજ સુધી હું ઘરે આવી જઈશ. જાેકે ત્યારબાદ તિલકવાડાના કેસરપુરા ખાતેના એકાંતવાળા વિસ્તારમાંથી મીરાબાની ગળે ટુંપો આપી તેમજ હાથમાં ડામ અપાયેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી હતી. મીરાબા જેની સાથે ગયેલી તે ૨૩ વર્ષીય સંદીપ રઈજીભાઈ મકવાણા (વાઘજીપરા, તા.વડોદરા) હત્યા બાદ ફરાર થતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી અને ગઈ કાલે તેને શહેરના વાઘોડિયા રોડ પર પંચમ પાર્ટી પ્લોટ નજીકથી ઝડપી પાડયો હતો. પ્રાથમિક પુછપરછમાં જ મીરાબાની હત્યાની કબૂલાત કરતા સંદિપે ઘટસ્ફોટ કર્યો હતો કે તેના મીરાબા સાથે ત્રણેક વર્ષથી પ્રેમસંબંધ હતા અને તે મીરાબા સાથે લગ્ન કરવા માગતો હતો પરંતું મીરાબા લગ્નની ના પાડતી હતી. પ્રેમિકા મારી નહી તો કોઈની નહી, તેમ નક્કી કરી સંદિપે ગત ૧૬મી તારીખે મીરાબાને મળવા માટે બોલાવ્યા બાદ તેને છોટાઉદેપુર અને વડોદરા ગ્રામ્યના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ ફેરવી હતી અને ત્યારબાદ તે મોડી રાતે મીરાબાને તિલકવાડા નજીક કેસરપુરા ગામે લઈ ગયો હતો અને ફરીથી લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો પરંતું આ વખતે પણ મીરાબાએ ઈનકાર કરતા ઉશ્કેરાયેલા સંદીપે ઝનુનભેર મીરાબાની તેના જ દુપટ્ટાથી ગળે ટુંપો આપી હત્યા કરી હતી અને લાશને

ત્યજીને ફરાર થયો હતો. આ વિગતોના પગલે પોલીસે આજે સંદિપની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ઓળખ છૂપાવવા સંદીપે બોડિયું કરાવી દાઢી-મૂછો કઢાવી નાખી

હત્યાકેસમાં પોતાની ધરપકડ થશે તેવી ખાત્રી હોઈ સંદિપ પોતાની ધરપકડ ટાળવા માટે વડોદરા ભાગી આવ્યો હતો અને ઓળખ છુપાવવા માટે તેણે માથા બોડિયુ કરાવી દાઢી-મુછો કઢાવી નાખી હતી. જાેકે તિલકવાડા પોલીસે ટેકનીકલ સોર્સીસની મદદથી તેને વાઘોડિયારોડ પરથી વોચ ગોઠવીને ઝડપી પાડ્યો હતો. પોતાનો ચહેરો બદલાઈ ગયો હોઈ સંદિપે શરૂઆતમાં તો ‘હું સંદિપ નથી ’તેમ કહી પોલીસને ગેરમાર્ગે દોરી હતી પરંતું પોલીસે કડકાઈ દાખવતા આખરે તેણે પોતાની ઓળખ જાહેર કરી હતી.

મારી દીકરીની જ્યાં હત્યા કરી ત્યાં સંદીપને લઈ જઈ ગોળી મારો

જુવાનજાેધ દિકરાના હત્યાથી મીરાબાના માતા-પિતાનો હત્યારા સંદિપ સામે રોષ ભભુકી ઉઠ્યો છે. આ અંગે મીરાબાની માતા સુમિત્રાબેન સોલંકીએ જણાવ્યું હતું કે મારી દીકરીના હત્યારાને ફાંસીની સજા મળવી જાેઈએ. જાે તેમ ના થાય તો મારી પુત્રીની જે જગ્યાએ હત્યા કરી છે ત્યાં સંદિપને લઈ જઈ તેને ગોળીએ વિંધી નાખો તેવી અમારી માગણી છે. મીરાબાના પિતાએ જણાવ્યું હતું કે હત્યારા સંદિપને જાહેરમા ફાંસી આપો તો જ મારી દીકરીને ન્યાય મળશે. જયારે મીરાબાની બહેન નીશૃતીબાએ પણ અશ્રુભીની આંખે જણાવ્યું હતું કે મારી બહેનના હાથમાં જેમ સંદિપે ડામ આપ્યા છે તેમ તેને જીવતો સળગાવી દેવો જાેઈએ જેથી તેને ડામની પીડાની ખબર પડે.

મીરા સોલંકીનો મોબાઈલ ફોન અને શારીરિક સંબંધોની તપાસ કરાશે

આ બનાવ અંગે બાદ નર્મદા જિલ્લા

પોલીસવડા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે સંદિપે મીરા સાથે શારીરિક સબંધ બાંધ્યો હોય એવું પીએમ રિપોર્ટમાં નથી આવ્યું પણ પુછપરછ દરમિયાન જાે સંદિપ શારીરિક સંબંધની કબુલાત કરશે તો સંદર્ભે પણ કલમોનો ઉમેરો કરાશે. આ ઉપરાંત મીરાબાનો મોબાઈલ ફોન હજુ ગુમ છે અને તેમાં આરોપીના ચેટીંગ અને મેસેજ સહિતના મહત્વના પુરાવા હોઈ મોબાઈલની પણ પોલીસે ઘનિષ્ટ શોધખોળ શરૂ કરી છે.