અમદાવાદ-

હાલ માં ભાજપ ના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પોતાનો પ્રવાસ કરી રહ્યા છે. અને કાર્યકરોને મળી રહ્યા છે. ત્યારે ચારે તરફ થી કોરોનાની ગાઈડલાઈન ઉલ્લંઘનના બાબતે થઈ રહેલી ટીકાઓ બાદ ભાજપ પ્રમુખના કાર્યક્રમો મોકૂફ રખાયા હોવાનું જાણવા મળ્યું છે. 

મળતી માહિતી મુજબ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના ઉત્તર ગુજરાત પ્રવાસના અંતિમ તબક્કામાં સાબરકાંઠા અને અરવલ્લીના જાહેર પણ કાર્યક્રમ અચાનક પડતો મૂકી દેવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે અને આગામી 9 અને 10 સપ્ટેમ્બરના રોજ ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ ગોઠવાયો હતો, તે હાલ પૂરતો મોકૂફ રાખી દેવામાં આવ્યો છે, પ્રદેશ અધ્યક્ષનો પ્રવાસ એકાએક રદ્દ થવા પાછળ કોવિડની ગાઈડલાઈનના ઉલ્લંઘનનું કારણ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. યોગાનુયોગ ગતરોજ ધારાસભ્યો ના નામ નહિ ખબર હોવાના જાહેર મંચના વિડીયો વાયરલ થતા ભાજપ માં જ નારાજગી જોવા મળી હતી અને કોંગ્રેસ દ્વારા પણ ભારે આલોચના થઇ હતી અને કોરોના ના નિયમો ના ભંગ મામલે પણ ટીકાઓ થઈ હતી.