લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, એપ્રીલ 2026 |
1683
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સામાન્ય માણસ, ખેડૂતો અને દેશના માળખાગત વિકાસને લઈને અનેક મહત્વના ર્નિણયો લેવાયા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સરકારે કુલ રૂ. ૧ લાખ ૭૪ હજાર ૨૦૭ કરોડના ૫ મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે. સરકારે આગામી ખરીફ પાક માટે ડ્ઢછઁ અને દ્ગદ્ભઁજી જેવા જરૂરી ખાતરો પર સબસિડી ચાલુ રાખવાનો ર્નિણય લીધો છે. આ માટે રૂ.૪૧,૫૩૪ કરોડ ખર્ચાશે. ખેડૂતો માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે દુનિયામાં ભલે કિંમતોમાં વધઘટ થાય, પરંતુ ભારતમાં ખેડૂતોને ડ્ઢછઁની બોરી પહેલાની જેમ જ માત્ર રૂ.૧૩૫૦માં મળતી રહેશે. ખર્ચનો વધારાનો બોજ સરકાર પોતે ઉઠાવશે. ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે સરકારે ૐઁઝ્રન્ રાજસ્થાન રિફાઇનરી લિમિટેડના પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે ૭૯,૪૫૯ કરોડ રૂપિયાનું મોટું ભંડોળ મંજૂર કર્યું છે.