મોરવા હડફ, તા.ર૩ 

શહેરા તાલુકાના છોગાળા અને નાંદરવા ના છેવાડા પર આવેલા દાંતા ફળિયા અને કલારિયાના ૭૦ ઘરોમાં છેલ્લા એક મહિના ઉપરાંતથી અંધકાર છવાયો છે.આ વિસ્તાર પાનમ ડેમ ના પાણીથી નજીક આવેલો છેતેના કારણે રહીશોને ઝેરી જાનવરોનો પણ રાત્રીના સમયે ભય સતાવતો હોય છે ત્યારે ૭૦ઉપરાંત ઘરોના રહીશો એ છેલ્લા એક મહિના ઉપરાંતથી વીજળી વગર અંધકારમાં રહેવાનો વારો આવ્યો છે.રહીશોના જણાવ્યા મુજબ એમજીવીસીએલ કચેરી શહેરા ખાતે લેખિત તેમજ મૌખિક રજૂઆત વારંવાર કરી હોવા છતાં અધિકારીઓના પેટનું પાણી પણ હાલ્યું નથી.તેઓ અંતરિયાળ એરિયામાં આવેલા હોવાથી તેમને સુવિધાનો લાભ પણ મળતો ન હોવાનું જણાવ્યું હતું.વીજળી ન હોવાના કારણે ગરમી સહન કરવી પડે છે અને મચ્છરો કરડતા હોવાથી નાના બાળકો બીમારીમાં સપડાય છે ત્યારે રહીશોની ઉગ્ર માંગણી છે કે તેમને તાત્કાલિક ધોરણે વીજળીની સુવિધા કરી આપવામાં આવે અને તંત્ર દ્વારા સત્વરે કામગીરી કરી આપવામાં આવે.વિજળી ન હોવાના કારણે તેમ ને સતત એક માસ ઉપરાંત થી મુશ્કેલી સહન કરવી પડે છે.રહીશોનું કહેવું છે કે વીજળી ચાલુ કરી આપવામાં નહીં આવે તો ૭૦ ઉપરાંત ઘરોના રહીશો એમજીવીસીએલ કચેરી પહોંચી જઈ ગાંધીચિધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે.