વડોદરા, તા. ૧૩

વડોદરા મહાનગર પાલિકા દ્વાર શહેરના અનેક વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવાના નામે મીંડુ છે. હાલ જાે કે માથે ઉનાળાની શરૂઆત અને કાળઝાળ ગરમી માથે છે ત્યારે શહેરના આજવા રોડ પર આવેલ એકતાનગર રામ રહીમ સોસાયટીમાં કાળુ ડામર જેવુ પાણી આવતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી જાેવા મળી રહી છે. વડોદરા મહાનગર પાલીકા દ્વારા મોટી મોટી બાંગો પોકારે છે કે અમે શહેરને સ્માર્ટ સીટી બનાવ્યું છે પરંતુ શહેરના પશ્ચિમ વિસ્તારમાં જ્યા સ્ટેન્ડીંગ ચેરમેનનો વોર્ડ આવેલો છે. તેવા એકતાનગરમાં આવેલ રામ રહીમ સોસાયટીના રહીશોને ત્યાં કાળુ પાણી આવે છે. રહીશો દ્વારા અવારનવાર આ મુદ્દે સ્થાનિક નગરસેવકથી લઇને પાલીકાની ઓફિસમાં ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આ સમસ્યાનો અંત હજુ સુધી આવ્યો નથી જેથી રહીશો દ્વારા પાલીકાના તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. વિસ્તારના રહીશો દ્વારા વધુમાં જણાવ્યું હતું કે, હાલ અત્યારે કાળઝાળ ગરમી શરૂ થઇ ગઇ છે. ત્યારે લોકોને પીવાના પાણી માટે પણ વલખા મારવા પડી રહ્યા છે. જાે કે પાણી આવે તે વિસ્તારમાં પાણી કાળા ડામર જેવુ પાણી આવે છે જેનાથી કપડા પણ ન ધોવાય તેવું પાણી આવે છે. હજુ તો ઉનાળો શરૂ થઇ રહ્યો છે વધુ ગરમી પડે તે પહેલા પાલીકા દ્વારા જલ્દીથી જલ્દી આ સમસ્યાનુ નિરાકારણ કરે જેથી લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી શકે.

એકબાજુ શહેરીજનોને કાળું પાણી અને બીજી બાજુ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો

હાલ શહેરમાં ઝાંડ, ઉલ્ટી, ઉઘરસ અને ખાસીના બનાવામાં વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે પાલિકાના પાપે શહેરના અનેક વિસ્તારોમાં ગંદુ અને કાળા કલરનું પાણી શહેરીજનોને આપવામાં આવે છે. જેથી રોગચાળો વધતો જાેવા મળી રહ્યો છે. શહેરના મોટાભાગના હોસ્પિટલમાં દર્દીઓ સારવાર હેઠળ દાખલ થયેલા છે જયારે હોસ્પિટલમાં ઓપિડી તરીકે આવતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે.