દિલ્હી-

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યુ કે પેટ્રોલની વધતી કિંમતો લોકોને પરેશાન કરી રહી છે. આ વાત તેમણે મહારાષ્ટ્રના નાગપુરમાં દેશના પ્રથમ કોમર્શિયલ લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી) ફિલિંગ સ્ટેશનના ઉદ્દઘાટન દરમિયાન કહી હતી. નીતિન ગડકરી અનુસાર, એલએનજી, સીએનજી અને એથેનોલ જેવા વેકલ્પિક ઇંધણના વધુ ઉપયોગ પેટ્રોલની વધતી કિંમતમાં રાહત અપાવશે, જે હવે લોકોને ઉકસાવી રહી છે.

નીતિન ગડકરીએ કહ્યુ કે એથેનોલને ગાડીના ઇંધણ તરીકે ઉપયોગ પેટ્રોલની તુલનામાં ઓછી કેલેરી માન છતા ઓછામાં ઓછા ૨૦ રૂપિયા પ્રતિ લીટર બચાવવામાં મદદ કરશે. ગડકરીનું મંત્રાલય આવનારા સમયમાં ફ્લેક્સ-ફ્યૂલ્સ એન્જિન સાથે જાેડાયેલી નીતિની જાહેરાત પણ કરી શકે છે, જે ઓટો મોબાઇલ મેન્યુફેક્ચરર્સને તેમણે બનાવવા માટે ભાર આપશે. આવા એન્જિન એકથી વધુ ઇંધણ અને ઇંધણના મિશ્રણ પર પણ ચાલી શકે છે.મંત્રીએ આગળ કહ્યુ કે એથેનોલ, મિથેનોલ અને બાયો-સીએનજી જેવા સ્વદેશી ઇંધણ બહારથી આવનારા ક્રૂડ ઓઇલ (કાચા તેલ)ને ટક્કર આપશે અને આપણા ગ્રાહકો માટે સૌથી સારી કિંમત મેળવવાની આ એકમાત્ર રીત છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે, તેમણે સરકારને અપીલ કરી છે કે તે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસના વિસ્તારનું ખાનગીકરણ કરી દે, જે પહેલા જ ખોલવામાં આવી ચુક્યુ છે. નીતિન ગડકરી અનુસાર, અમે આ વિસ્તારની તમામ ખાનગી કંપનીઓ, જેમાં પીએસયૂ પણ સામેલ છે, આમંત્રણ આપ્યુ છે. અહી સુધી કે તમે એલએનજીની પણ આયાત કરી શકો છો.