ટી૨૦ વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત રોહિત કેપ્ટન અને હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, એપ્રીલ 2024  |   495

નવી દિલ્હી,તા.૩૦

ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. અપેક્ષા મુજબ ટીમ ઈન્ડિયાની કપ્તાની રોહિત શર્મા કરી રહ્યો છે. જ્યારે આઈપીએલમાં ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા હાર્દિક પંડ્યા ઉપ-કેપ્ટન છે. જાેકે, કેએલ રાહુલ ટીમની બહાર છે. જ્યારે રિષભ પંત અને સંજુ સેમસન બે વિકેટકીપર છે. રોહિત શર્માનો ઓપનિંગ પાર્ટનર યશસ્વી જયસ્વાલ હશે. જ્યારે વર્તમાન રિપોર્ટ પ્રમાણે વિરાટ કોહલી ત્રીજા નંબર પર જાેવા મળશે. એવું માનવામાં આવતું હતું કે હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ ન કરવો જાેઈએ, પરંતુ એવું થયું નહીં. પસંદગીકારોએ તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.બીજી તરફ શુભમન ગિલ અને કેએલ રાહુલ જેવા મોટા નામ આ ટીમમાં સામેલ નથી. ટીમ પર નજર કરીએ તો રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ સિવાય સંજુ સેમસન, વિરાટ કોહલી બે એવા ખેલાડી છે જે ઓપનિંગ કરી શકે છે. ભારત ૦૫ જૂન, ૨૦૨૪ના રોજ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયર્લેન્ડ સામે તેના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરશે, ત્યારબાદ ૦૯ જૂનના રોજ આ જ સ્થળે પાકિસ્તાન સામે મહત્વપૂર્ણ મેચ રમશે. આ પછી ભારત ક્રમશઃ ૧૨ અને ૧૫ જૂને યુએસએ અને કેનેડા સામે રમશે. ઉપરાંત શિવમ દુબે ઓલરાઉન્ડર તરીકે ટીમમાં છે. ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડરે આઈપીએલ ૨૦૨૪માં જબરદસ્ત પ્રદર્શન કર્યું છે, જ્યારે સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા છે. અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ જસપ્રિત બુમરાહને ઝડપી બોલર તરીકે લીડ કરતા જાેવા મળશે. જાે મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત છે તો ટીમ ઈન્ડિયાના પસંદગીકારો પાસે વધુ વિકલ્પ નહોતો. જાેકે, અવેશ ખાન અને ખલીલ અહેમદ નિશ્ચિતપણે રિઝર્વ ખેલાડીઓની યાદીમાં છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution