આરએસએસ દ્વારા જાતિ ગણતરીની તરફેણ:ભાજપામાં ખળભળાટ
02, સપ્ટેમ્બર 2024 495   |  


નવી દિલ્હી:લોકસભા ચૂંટણી દરમિયાન વિપક્ષે મોદી સરકાર પર જાતિ ગણતરી ન કરાવવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા સહિત અનેક પક્ષોએ તેમના ઢંઢેરામાં દાવો કર્યો હતો કે નીતીશ કુમારે બિહારમાં જાતિ ગણતરી કરાવી હતી અને તેના પરિણામો બધાની સામે રાખ્યા હતા. તેવી જ રીતે સરકારમાં આવ્યા બાદ તેઓ સમગ્ર દેશમાં જાતિ ગણતરી કરાવશે. જાતિ ગણતરીના મુદ્દે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મોદી સરકારને મોટો ઝટકો આપ્યો છે. કેરળના પલક્કડમાં ત્રણ દિવસીય સંકલન બેઠકના સમાપન પછી, આરએસએસએ વિપક્ષની જાતિ ગણતરી માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે, પરંતુ કેટલીક શરતો પણ આગળ મૂકી છે. સંઘના મુખ્ય પ્રવક્તા સુનીલ અંબેકર સોમવારે કેરળના પલક્કડમાં ત્રણ દિવસીય સંકલન બેઠકના સમાપન બાદ પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે તેમને જાતિ ગણતરી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ‘આપણા સમાજમાં જાતિ એ સંવેદનશીલ મુદ્દો છે. આ પણ દેશની એકતા સાથે જાેડાયેલો પ્રશ્ન છે. તેથી માત્ર ચૂંટણી અને રાજકારણને ધ્યાનમાં રાખીને નહીં પણ આ અંગે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.સંઘના મુખ્ય પ્રવક્તા સુનીલ આંબેકરે કહ્યું કે સરકારને દેશ અને સમાજના વિકાસ માટે ડેટાની જરૂર છે. સમાજના અમુક જ્ઞાતિના લોકો પ્રત્યે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આ હેતુઓ માટે તે (જાતિની વસ્તી ગણતરી) હાથ ધરવી જાેઈએ તેનો ઉપયોગ લોક કલ્યાણ માટે થવો જાેઈએ. તેને રાજકીય સાધન બનતા અટકાવવું પડશે. કેન્દ્રની મોદી સરકારે જાતિ ગણતરીના મુદ્દે સંપૂર્ણ મૌન જાળવ્યું છે. જાે કે બિહારમાં જાતિ ગણતરી દરમિયાન ભાજપે તેને ટેકો આપ્યો હતો, પરંતુ દેશવ્યાપી જાતિ ગણતરીના મુદ્દે તે સરકારની સાથે ઉભી હોય તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં જાતિ ગણતરીને લઈને સંઘના નિવેદનને મોદી સરકાર માટે મોટા ઝટકા તરીકે જાેવામાં આવી રહ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution