રશીયા 5G નેટવર્ક નિર્ણાણ બાબતે ચીનની મદદ લેવા તૈયાર

દિલ્હી-

રશિયાએ સ્પષ્ટ કહ્યું છે કે તે 5જી નેટવર્કના નિર્માણ માટે ચીનની મદદ લેવા તૈયાર છે. બંને દેશો વચ્ચે આ બાબતે ગત વર્ષે ડિસેમ્બરથી જ વાતચીત ચાલી રહી છે. રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લૈવરોવે રવિવારે કહ્યું કે- અમારો દેશ ૫જી નેટવર્કના નિર્માણ અને તેના વિસ્તાર કરવા મામલે ચીનનો સહયોગ મેળવવા તૈયાર છે. અમે અમેરિકાના રસ્તે નથી ચાલવા માંગતા.

અમેરિકાનો આરોપ છે કે ચીનની હુવેઇ કંપની આ નેટવર્ક દ્વારા વિશ્વના ઘણા દેશોમાં જાસૂસી કરવા માંગે છે. બ્રિટન અને ભારતે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. મોસ્કોમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન લૈવરોવે કહ્યું કે, અમે 5જી નેટવર્ક પરના અમેરિકન દ્રષ્ટિકોણ સાથે સહમત નથી.અને તેમના રસ્તે નથી ચાલવા માંગતા. તો આ તરફ અમેરિકાનું કહેવું છે કે આ નેટવર્ક મામલામાં ચીનની મદદ લેવા નથી માંગતું. તેને ખાસ કરીને ચીની કંપની હુવેઇ સાથે સમસ્યા છે. પરંતુ, અમારી સાથે તેવું નથી. તમારે એક વાત સમજી લેવી જાેઈએ કે માત્ર રશિયા જ નહીં પરંતુ આખા વિશ્વને હવે ૫જી નેટવર્કની જરૂર છે. 

લૈવરોવે વધુમાં કહ્યું હતું કે, ટેક્નોલોજીનો વિસ્તાર કરવો એ આજે ??સમગ્ર દુનિયાની જરૂરિયાત છે. આ મામલે હવે તમામ દેશોએ આગળ આવવું જાેઈએ. આપણે એક સાથે નવી ટેકનોલોજીનો વિસ્તાર કરવો પડશે. તેનાથી દરેકને ફાયદો થશે. અમે અમારા સંબંધિત વિભાગોને આ બાબતે આદેશ આપ્યા છે કે 5જી બાબતે સહયોગ આપવા માટે તૈયાર રહે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution