રશિયાની સુંદર અન હાઇપ્રોફાઇલ ડાન્સરની જાહેરમાં ગોળી મારી હત્યા

મોસ્કો-

રશિયાની હાઇપ્રોફાઇલ ડાન્સરની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવાની ઘટના આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. મનાઈ રહ્યું છે કે આ મહિલા ડાન્સરનું રશિયાના મોટા નેતા સાથે અફેર હતું. જેના કારણે જ આ મહિલા ડાન્સરની હત્યા કરવામાં આવી હતી.

રશિયામાં જાહેરમાં જ નતાલિયા પ્રોનાઇના નામની હાઇપ્રોફાઇલ ડાન્સરની હત્યાએ ચકચાર જગાવી છે. આ હત્યાકાંડ બાદ અનેક ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, 30 વર્ષની હાઇપ્રોફાઇલ રશિયન ડાન્સર નતાલિયા પ્રોનાઇનાનું રશિયાના એક ઉંચી વગ ધરાવતા નેતા સાથે અફેર હતું. આ ડાન્સરની હત્યાનું કારણ તેનું પ્રેમ સંબંધ હોવાનું મનાય છે.

સ્થાનિક અહેવાલો અનુસાર નતાલિયાનું રશિયાના એક મોટા રાજકારણી સાથે અફેર હતું. આ વાત નેતાની પત્નીએ પકડી પાડ્યું હતું અને જે પછી આ વાત વધુ વણસી હતી. ઘણા મીડિયા રિપોટ્‌ર્સમાં, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નેતાની પત્નીએ ડાન્સર નતાલિયા પ્રોનાઈનાની હત્યા કરાવી છે. અહેવાલો અનુસાર નતાલિયા પ્રોનાઇનાનેની હત્યા એ સમયે કરવામાં આવી જ્યારે તે તેના કોરિયોગ્રાફી સેશનથી ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન એક શખ્સે જાહેરમાં જ ઓપન ફાયરિંગ કરીને તેના શરીરમાં એકી સાથે અનેક ગોળીઓ ધરબી દીધી હતી. જેથી ડાન્સર નતાલિયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. 


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution