લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, એપ્રીલ 2026 |
સુરત |
1683
શહેરનાં અલથાણ વિસ્કારમાં રહેતાં દલિત પરિવારની કિશોરીને બહેકાવી, ફોસલાવી સચિનના મુસ્કાન પઠાણે અપહરણ કર્યું હતું. ભાડે રખાયેલી રૂમમાં આ કિશોરીને ગોંધી રાખી જાતીય શોષણ કરાયું હતું. આ મામલે મુસ્કાન ઉપરાંત કુકર્મમાં સાથ આપનાર તેના બનેવી સામે દલિત પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રો પાસે બનાવ અંગે મળતી માહિતી અનુસાર વેસુ વીઆઇપી રોડ ઉપર દલિત પરિવાર રહે છે. આ પરિવારની કિશોરી સચિન જીઆઇડીસી વિસ્તારમાં શિવનગર પાસે આવેલ અન્નપૂર્ણા રેસ્ટોરન્ટમાં રહેતાં મુસ્કાન મહેમુદખાન પઠાણ સાથે સંપર્કમાં આવી હતી. મુસ્કાન પઠાણે કિશોરીને ફિલ્મી ઢબે પ્રેમની વાતો બહેકાવી હતી. સગીરવયની હોવાનું જાણવા છતાં મુસ્કાને તેણીને લગ્ન કરીએ એમ કહે ઉશ્કેરી અને પોતાની સાથે આવવા કહ્યું હતું.
કિશોરીએ માતા-પિતા નહીં માને એમ કહેતાં મુસ્કાન પઠાણ તેણીના ઘરે પહોંચી હતી. તેણે કિશોરીના માતા-પિતા સાથે ઝઘડો કર્યો અને જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાન કરી બળજબરીથી કિશોરીને લઇ ગયો હતો. નામના યુવકે અલથાણ વિસ્તારમાં રહેતી યુવતીને કિશોરીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ મુસ્કાન પઠાણ મળી કિશોરીનાં ઘરે ગયો હતો. તેણે કિશોરીનાં પરિવાર સાથે લડાઈ ઝઘડો કર્યો અને જાતિ વિષયક અપશબ્દો બોલી ધાક ધમકી આપી હતી. ત્યારબાદ બળજબરીથી મુસ્કાને તેની સાથે લઈને બનેવી હલીમ ખાન (રહે અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ, શિવ નગર, સચિન જીઆઇડીસી) પાસે પહોંચી ગયો હતો.
મુસ્કાન જેને લઇ આવ્યો એ કિશોરી સગીર વયની હોવાનું જાણવા છતાં હલીમખાને તેમને સચિન વિસ્તારમાં એક ભાડેથી મકાન અપાવી રહેવાની સગવડ કરી આપી હતી. આ રૂમમાં મુસ્કાને કિશોરીને ગોંધી રાખી અને જાતીય શોષણ કર્યું હતું. મુસ્કાનની અસલીયત સામે આવી જતાં કિશોરી ભાગીને ઘરે પહોંચી હતી. તેણીએ મુસ્કાન દ્વારા કરાયેલા કુકર્મની સઘળી હકીકત માતા-પિતાને જણાવી હતી. જેથી તેઓ કિશોરીને લઇ અલથાણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. જ્યાં પોલીસે ફરિયાદ લઇ મુસ્કાન પઠાણ અને તેની મદદગારી કરનાર હલીમ ખાન સામે પોક્સો તથા એટ્રોસીટી એક્ટ અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.