સુરતના સંત વિશ્વનાથ અવધૂતજી મહારાજનું 95 વર્ષની વયે નિધન

સુરત-

સુરતમાં આવેલા તેમના આશ્રમ ગુરૂદેવ અવધૂત આશ્રમ રામનગર પર આજે તેમના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. તેમનો પાર્થિવ દેહ અંતિમ યાત્રા દ્વારા બારડોલી લઈ જવામાં આવશે. અહીં પણ ભક્તો તેમના અંતિમ દર્શન કરી શકશે. ગુરુવારે બપોરે 3 વાગ્યા પછી બારડોલી માંજ હરીપુરા પાસે તાપી નદીના કાંઠે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. તેઓ અખિલ ભારત સાધુ સમાજના પશ્ચિમી ઝોનના અધ્યક્ષ વિશ્વનાથ અવધૂત રાષ્ટ્રીય સંત હતા. સુરત જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં વિશાળ ભક્ત સમુદાય ધરાવતા અને બાપજીના નામથી જાણીતા વિશ્વનાથ અવધૂતજી દત્તાવતાર વાસુદેવાનંદજી સરસ્વતી મહારાજની કર્મઠ પરંપરાના વાહક હતા. દેશભરમાંથી સાધુ-સંતોથી લઈને બનારસ હિન્દૂ યુનિવર્સિટી અને દેશની અન્ય યુનિવર્સિટીના વિદ્વાનો, જિજ્ઞાસુઓ શાસ્ત્રોના ગૂઢાર્થને પામવા સત્સંગ તથા માર્ગદર્શન મેળવવા આવતા હતા. કર્મકાંડી પંડિતો વેદજ્ઞાનો પણ શાસ્ત્ર જાણવા તેમ જ માર્ગદર્શન માટે બાપજીનો અભિપ્રાય અવશ્ય લેતા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution