વર્લ્ડકપ ચેમ્પિયન ટીમના સેમસન, યશસ્વી અને શિવમ ભારતીય ટીમ સાથે જોડાયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, જુલાઈ 2024  |   2871



નવી દિલ્હી  : ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની ટી-૨૦ શ્રેણી રમાઈ રહી છે. હાલમાં બંને ટીમોએ એક-એક મેચ જીતી છે અને સિરીઝ બરાબરી છે. પ્રથમ મેચમાં લો સ્કોરિંગ મેચમાં પણ ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી બીજી મેચમાં અભિષેક શર્માની શાનદાર સદીની મદદથી ભારતે જીત મેળવી હતી. ભારતીય ટીમની પ્લેઇંગ-11 પ્રથમ બે મેચ માટે અલગ છે અને છેલ્લી ત્રણ મેચ માટે અલગ હતી. તોફાનના કારણે બાર્બાડોસમાં ટી-૨૦ વર્લ્ડ કપની ચેમ્પિયન ટીમ મોડી પહોંચવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેને ઝિમ્બાબ્વે સામેની શ્રેણી માટે વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ ત્રણેય ખેલાડીઓ હવે શ્રેણીની બાકીની મેચો માટે ઝિમ્બાબ્વે પહોંચી ગયા છે. આ ત્રણેયના આવવાથી વિકેટકીપર જીતેશ શર્મા, હર્ષિત રાણા અને સાઈ સુદર્શન બહાર થઈ જશે. આવી સ્થિતિમાં સંજુ સેમસન ટીમમાં સામેલ થવાને કારણે ધ્રુવ જુરેલ ત્રીજી મેચમાંથી બહાર થઈ શકે છે. ત્રીજી મેચમાં યશસ્વી જયસ્વાલને સ્થાન મળે છે કે નહીં તે જોવું અગત્યનું રહેશે. કારણ કે, યશસ્વી જયસ્વાલ ઓપનિંગ બેટ્સમેન છે અને આ સ્થાન પર અભિષેક શર્માએ છેલ્લી મેચમાં સદી ફટકારી હતી. આવી સ્થિતિમાં, તેને પ્લેઇંગ-11માંથી બાકાત રાખવું અશક્ય છે.સાઇ સુદર્શનની જગ્યાએ શિવમ દુબે અથવા યશસ્વી જયસ્વાલને રમાડવામાં આવી શકે છે. બંને ખેલાડીઓને એકસાથે ટીમમાં સામેલ કરવા મુશ્કેલ છે કારણ કે છેલ્લી મેચમાં ઋતુરાજ ગાયકવાડે પણ અડધી સદી ફટકારી હતી. આવી સ્થિતિમાં ત્રીજી મેચમાં ભારતીય ટીમમાં કેટલા બદલાવ જોવા મળે છે તે જોવું રસપ્રદ રહેશે. બે ખેલાડીઓને સ્થાન મળશે કે પછી ટીમ માત્ર સંજુ સેમસન સાથે રમશે.

 બોક્સ છેલ્લી ત્રણ મેચ માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), નીતિશ રેડ્ડી, રાયન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ કુમાર અહેમદ, મુકેશ કુમાર. ,તુષાર દેશપાંડે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution