વડોદરા, તા.૪

રાજકીય નેતાનું મહોરું પહેરી એક સમયે વડોદરાની અનેક ગુન્હાહિત પ્રવૃત્તિઓ અને કોમી રમખાણો જેવી અત્યંત ગંભીર પ્રવૃત્તિમાં ખરડાયેલા મનાતા લઘુમતી કોમના જન્નતનશીન રાજકીય નેતાના ભાઈને વડોદરાના પો.કમિશનર દ્વારા નાગરિક તરીકે જાહેર સમારંભમાં સન્માનપત્ર એનાયત થતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાનિક નેતાઓની આંખો લાલઘૂમ થઈ ગઈ છે અને અનેક રીતનું પોતાની ફરજાેમાં નિષ્ફળ ગયેલા મનાતા વડોદરા શહેર પોલીસ કમિશ્નરના આ

‘દુષ્કૃત્ય ’અંગે ઠેઠ ઉપર સુધી ગંભીર ફરિયાદો કરાઈ હોવાની વાત હાલ સંઘ અને પોલીસ બેડામાં ચર્ચાના ચગડોળે ચઢી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આવી રીતે કોઈ સામાન્ય નાગરીકનું પોલીસખાતાને મદદ કરવા જેવી બાબતે સન્માનપત્ર અપાઈ જાહેર સન્માન કરાયાનો આ અત્યાર સુધીનો પહેલો બનાવ છે. આથી હાલ કોઈ કારણ કે સંજાેગો નહીં હોવા છતાં લઘુમતી કોમના વિવાદાસ્પદ કુટુંબના એક સભ્યને આવુ સન્માન પત્ર આપવા પાછળ પોલીસ વિભાગ કયો રોટલો શેકવા માંગે છે એ સવાલ ઉપસ્થિત થયોછે.

અગાઉના કોમી તોફાનોમાં સક્રિય ભુમિકા ભજવતા અને યાકુતપુરામાં તોફાનો સમયે થતા સ્ટેબીંગમાં આરોપી રહી ચુકેલા નિશારબાપુનાભાઈ ઝાહીદ હુસેન સૈયદને શહેર પોલીસ કમિશ્નરે સન્માન પત્ર આપતાં હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયોછે અને સંઘ દ્વારા આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમીત શાહથી માંડી મુખ્યમંત્રી અને રાજયના ગૃહમંત્રીને લેખીત પત્રો લખી વિરોધ દર્શાવાયો છે.

શહેર પોલીસ દ્વારા સૌપ્રથમવાર સીટીઝન કોપ તરીકેના બે પ્રમાણપત્રો અપાયા છે. જેમાં વિવાદાસ્પદ ઝાહીદ સૈયદબાપુ અને વિનોદ ભીખાભાઈ પટેલને આ સન્માનપત્રો આપ્યા છે. જેમાં શહેર પોલીસ કમિશ્નર ડો.શમશેર સિંઘ તરફથી જણાવાયુ છે કે આપશ્રી એ વખતો વખત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને તહેવારો તથા મોટા બંદોબસ્ત દરમ્યાન પોલીસ વિભાગ સાથે ખભે ખભા મિલાવી સુલેહ શાંતિ માટે અનેરૂ યોગદાન આપ્યુ છે તે બદલ સીટીઝન કોપ સન્માન બિરદાવામાં આવે છે.

આ સન્માન પત્રોની વિગતો ફોટાઓ સોશ્યલ મીડીયા ઉપર ફરતાં શહેરીજનોમાં અનેક સવાલો ઉભો થયા છે. હિંદુઓ તો ઠીક ખુદ મુસ્લીમોમાં પણ એવું માનવું છે કે શહેરની સુલેહ શાંતિ માટે મુસ્લીમો તરફથી માત્ર એક જ જવાબદાર છે એવા સવાલો કરી આ સન્માનપત્ર અપાયુ છે એવા ઝહીદ બાપુના પરીવારનો ગુનાહીત ભુતકાળ અંગે ચર્ચાઓ શરૂ થઈ છે.

બીજી તરફ હિન્દુઓમાં આખા શહેરમાંથી માત્ર એક એ પણ બીલકુલ અજાણ્યો ચહેરો એવા વિનોદભાઈ ભીખાભાઈ પટેલ (સપનાના વાવેતર હોલ)ને આ સન્માન અપાયુ છે જેના કારણે હિન્દુઓમાં પણ રોષની લાગણી ફેલાઈ છે કાર કે આખા શહેરમાં અનેક હિન્દુ અગ્રણીઓ કોમી એકતા માટે કાર્યકરી રહ્યા છે એ બધાને બાજુમાં હડસેલી અજાણ્યા ચહેરાને આ સન્માન અપાયુ છે.

શહેર પોલીસ કમિશ્નર ડો. સમશેર સીંગે જણાવ્યું હતું કે સીટીઝન કોપની પસંદગી એક કમીટી દ્વારા કરવામાં આવે છે જેમાં ચાર ડી.સી.પી.ઓ દ્વારા પોત પોતાના પોલીસ મથકો હેઠળના વિસ્તારોમાંથી સારી કામગીરી કરનારા નાગરીકોના નામની ભલામણ કરવામાં આવે છે જેના આધારે પોલીસ કમીશનર દ્વારા શહેરમાં સૌપ્રથમવાર સીટીઝન કોપનું સન્માનપત્ર અપાયુ છે.

જે ને લઈ ડીસીપીની ભલામણો ઉપર શંકાઓ ઉભી થઈ છે.

સીટીઝન કોપનું સન્માન પત્ર અપાયા બાદ વોટસએપ અને ફેસબુક ઉપર ફોટાઓ મુકાયા છે જે કડક અને શીસ્તના આગ્રહી ગણાતા પોલીસ કમિશનરના હાથે આ સન્માન પત્રો સ્વીકારાતા હોવાનું જાેઈ શકાય છે. આ ફોટાઓના આધારે લોકો ઉપર રોફ જમાવાની કાર્યવાહી પણ થઈ શકે છે એવી શંકા ઉચ્ચ કક્ષાએ થયેલી લેખીત રજુઆતમાં વ્યકત કરવામાં આવી છે.

ઝાહીદ બાપુ પરિવારના ગુનાઓનું લીસ્ટ પણ મોકલાયું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને અન્ય હિંન્દુ સંગઠનો દ્વારા શહેર પોલીસના સૌપ્રથમ સીટીઝન કોપ મેળવનાર ઝાહીદ હુસેન સૈયદ અંગે વિરોધ દર્શાવી જે પત્ર વડાપ્રધાન, ગૃહમંત્રી,ને લખાયોછે એમાં એમના ભાઈ સ્વ.નિશાર બાપુના ગુનાઓ એમનો પુત્ર આબીદના ગુનાઓ જેમાં સીટી અને પાણીગેટ પોલીસ મથકે નોંધાયેલા ગુનાઓની વિગતો પણ મોકલાઈ છે. જેમાં ૩૦૨, ૪૨૦ જેવી ગંભીર કલમોના ગુનાઓમાં સંડોવણી ઉપરાંત ખુદ ઝાહીદબાપુ ન્યાયતંત્રને પડકારી સમાંતર કોર્ટ ચલાવતા હોવાનું જણાવી શહેર પોલીસની શંકાસ્પદ કામગીરી અંગે ભારે નારાજગી વ્યકત કરી છે.