26, નવેમ્બર 2020
અમદાવાદ-
ગિરિમથક સાપુતારા ખાતેનાં સનરાઈઝ પોઈન્ટ પર 7 નવેમ્બરે અજાણ્યા ઇસમની લાશ ગળેફાંસો ખાધેલ હાલતમાં શંકાસ્પદ રીતે મળી આવેલ હતી.આ કેસમાં ડાંગ પોલીસ દ્વારા લૂંટનાં ઇરાદે ડ્રાઇવરની હત્યા કરવામાં આવી હોવાની સંભાવના સાથે 2 ઇસમોની ધરપકડ કરી હતી. ત્યારબાદ હત્યાના આરોપમાં સંડોવાયેલી અન્ય એક મહિલાની ડાંગ પોલીસે ધરપકડ કરી હતી. 7 નવેમ્બરે સાપુતારા સનરાઈઝ પોઇન્ટ પરથી ઉમરપાડાનાં ટુડી ગામનાં રહીશની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા શંકાસ્પદ હાલતમાં મળેલ લાશ મર્ડર થયું હોય તેમણે ડીવાયએસપી પી.જે.પટેલ, જે.આઈ.વસાવા તેમજ એલસીબી સહિત સાપુતારા અને સુબિર પીએસઆઈને તપાસ સોપતા હત્યાનો ભેદ ખોલવા સફળતા મળી હતી. CCTV કેમરામાં મળસ્કે દેખાયેલી પ્રવાસીની કારના આધારે બે શંકાસ્પદોની રાજસ્થાનથી અટકાયત કરવામાં આવી હતી. એક યુવતીની સંડોવણીની શંકા જણાતાં ડાંગ પોલીસે આજરોજ યુવતીની ધરપકડ કરી હતી. ડાંગ પોલીસે સાપુતારા સનરાઈઝ પોઈન્ટ પર થયેલ શંકાસ્પદ મોત અંગે બે ઈસમોની રાજસ્થાનથી અટકાયત કરી છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલ અન્ય સાગરીત યુવતીની આજરોજ ડાંગ પોલીસે ધરપકડ કરી હતી.