સારા અલી ખાનના ડ્રાઈવરનો રિપોર્ટ પોઝિટિવ,જાણો અન્ય પરિવારનો રિપોર્ટ શું આવ્યો? 
14, જુલાઈ 2020 693   |  

મુંબઈમાં કોરોનાનું જોખમ વધી રહ્યું છે. અમિતાભ બચ્ચન અને અનુપમ ખેર બાદ હવે બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનના ઘરે પણ કોરાનાનું આગમન થયું છે. સારા અલી ખાનના ડ્રાઇવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આમ ફરીથી બોલિવૂડ સતર્ક બની ગયું છે. તેમાંય બોલિવૂડ હવે કોરોનાના નિશાન પર લાગે છે. બિગ બી અમિતાભ બચ્ચન અને તેમના પરિવારજનોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તો હાહાકાર મચી ગયો છે. આમેય છેલ્લા કેટલાક સમયથી ફિલ્મો અને ટીવી સિરિયલના શૂટિંગ અટકી જવાને કારણે બોલિવૂડ પરેશાન છે. તેમાં કોરોનાથી પણ પરેશાની વધી છે.

સારા અલી ખાને સોમવારે મોડી રાત્રે તેના ઇન્સ્ટાગ્રામ મારફતે આ માહિતી આપી હતી. તેના ડ્રાઇવરને કોરોના પોઝિટિવ છે અને તેને કોરોન્ટાઇન સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યો છે. સારાએ લખ્યું છે કે ડ્રાઇવરને પોઝિટિવ આવ્યો છે. આ સાથે પરિવારના અન્ય સદસ્યો તથા સ્ટાફનો ટેસ્ટ પણ કરાવાયો છે અને તેનો રિપોર્ટ પણ આવી ગયો છે. અમારા ડ્રાઇવરનો રિપોર્ટ પોઝિટિવ આવતાં અને બીએમસીને જાણ કરી દીધી છે અને ડ્રાઇવરને કોરોન્ટાઇન કરી દેવાયો છે. જોકે અમારા પરિવારના અન્ય સદસ્યોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે પરંતુ અમે સાવચેતી રાખી રહ્યા છીએ. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution