લોકસત્તા ડેસ્ક
આવતીકાલે એટલે કે 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ છે. આ દિવસે બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધો પણ ધાબા પર ચડે છે અને આ તહેવારમાં મોજ-મસ્તી કરે છે. ત્યારે ખાસ કરીને છોકરીઓ આ દિવસે સુંદર દેખાવા માંગે છે. જેથી ધાબા પર તેમનો ચહેરો ચમકે અને તેઓ સુંદર દેખાય. હવે તેના માટે ઝાઝી મહેનત કરવાની જરૂર નથી. આજે અમે તમને સુંદર, ગ્લોઈંગ અને શાઈની સ્કિન મેળવવા માટે ઘરે જ કરી શકાય એવા નુસખા જણાવીશું. આ વસ્તુ જો તમે ચહેરા પર લગાવશો તો 15 જ મિનિટમાં તમારો ચહેરો ચમકી ઉઠશે અને શાઈનિંગ આવી જશે. તો રાહ શું જુઓ છો પાર્લરનો ખર્ચ બચાવો અને ફટાફટ અહીં જણાવેલા ઉપાય કરી લો.
અહીં જણાવેલી વસ્તુઓ ચહેરા પર લગાવશો તો સ્કિન ક્લિન થઈ જશે, સાથે જ ડાઘ દૂર થશે, ખીલ અને કરચલીઓ પણ દૂર થશે. સાથે જ સ્કિન યંગ અને સુંદર બનશે. તમે આ ઉપાય હમેશાં કરી શકો છો અને સરળતાથી ઘરે જ કરી શકો છો.
દૂધ અને સંતરાની છાલ
આ એક બેસ્ટ ઉપાય છે, જે બધાં માટે લાભકારી છે. આ બધાં પ્રકારની સ્કિન માટે બેસ્ટ છે. તેના માટે 1 મોટી ચમચી સંતરાનો પાઉડર લેવો. પછી તેમાં 4 ચમચી દૂધ મિક્સ કરીને પેસ્ટ જેવું બનાવો. પછી તેમાં અડધી ચમચી નારિયેળનું તેલ, 1 ચમચી ગુલાબજળ નાખીને બધું બરાબર મિક્સ કરી લો. હવે આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવીને હળવા હાથે મસાજ કરો. 2-3 મિનિટ સ્ક્રૂબ કર્યા બાદ 15 મિનિટ રહેવા દો. પછી ચહેરો ધોઈ લો. તમે જોશો કે 15 જ મિનિટમાં તમારો ચહેરો સુંદર અને ગ્લોઈંગ બની ગયો.
ચંદન અને ટામેટું
આના પ્રયોગ માટે 1 નાનું ટામેટું પીસી લેવું. પછી તેને વાટકીમાં કાઢીને તેમાં એક ચપટી હળદર મિક્સ કરો. હવે તેમાં 1 ચમચી ચંદન પાઉડર મિક્સ કરી. પછી તેમાં જરૂર મુજબ ગુલાબ જળ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો. ત્યારબાદ 15 મિનિટ રહેવા દો. પછી ચહેરો ધોઈ લો. તમે જોશો કે 15 જ મિનિટમાં તમારો ચહેરો સુંદર અને ગ્લોઈંગ બની ગયો. આ એક બેસ્ટ ઉપાય છે, જે બધાં માટે લાભકારી છે. આ બધાં પ્રકારની સ્કિન માટે બેસ્ટ છે. આ ફેસપેકથી સ્કિન ક્લિન થશે. શાઈનિંગ વધશે અને નેચરલ ગ્લો આવશે.
લીમડો
આના માટે સૌથી પહેલાં 10 લીમડાના પાન લઈને તેને ધોઈને તેની મિક્સરમાં પેસ્ટ બનાવી લો. હવે તેમાં ચપટી હળદર મિક્સ કરી લો. પછી આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો. ત્યારબાદ 15 મિનિટ રહેવા દો. પછી ચહેરો ધોઈ લો. તમે જોશો કે 15 જ મિનિટમાં તમારો ચહેરો સુંદર અને ગ્લોઈંગ બની ગયો. આ એક બેસ્ટ ઉપાય છે, જે બધાં માટે લાભકારી છે. આ બધાં પ્રકારની સ્કિન માટે બેસ્ટ છે. આ ફેસપેકથી સ્કિન ક્લિન થશે. શાઈનિંગ વધશે અને નેચરલ ગ્લો આવશે. કરચલીઓ દૂર થશે
Loading ...