યુરોપથી બર્થ ડે ગિફ્ટ આવી છે તેમ કહી મહિલા સાથે અવું તે શુ ંથયુ કે તેના હોશ ઉડી ગયા..

અમદાવાદ-

સોલા વિસ્તારમાં રહેતી ૪૯ વર્ષીય મહિલા ફ્રોડનો શિકાર બની હતી અને તેણે ૧.૩૫ લાખ રુપિયા ગુમાવ્યા હતા. વાત એમ છે કે, ભોગ બનનારી મહિલાને અન્ય મહિલાનો ફોન આવ્યો હતો, જેણે પોતાની ઓળખાણ યુકે સ્થિત કાર્ગો ડિલિવરી કંપનીની કર્મચારી તરીકે આપી હતી. તેણે પીડિતાના સંબંધીએ તેની દીકરી માટે મોકલેલી ગિફ્ટની ડિલિવરી કરવા માટે રકમ માગી હતી. સાયન્સ સિટી રોડ પર આવેલા સહજાનંદ ફ્લેટમાં રહેતી દેવાંગના પટેલે રવિવારે સોલા પોલીસ સમક્ષ ફરીયાદ નોંધાવી હતી.

તેણે પોલીસને જણાવ્યું હતું કે, '૧૦ જૂન, ૨૦૨૧ના રોજ મને એક મહિલાનો ફોન આવ્યો હતો. જેણે પોતાની ઓળખાણ યુરોપિયન કાર્ગો કંપનીની કર્મચારી પ્રિયંકા સિંહ તરીકે આપી હતી. તેણે મને કહ્યું હતું કે, તે ગિફ્ટની ડિલિવરી કરી શકે તે માટે પહેલા મારે તેને ૩૦ હજાર રુપિયા આપવા પડશે. રકમ ચૂકવવા માટે મેં જ્યારે તેની પાસેથી એક દિવસનો સમય માગ્ચો તો તેણે મને કહ્યું હતું કે, આમ કરવા પર મારે લેટ ફીના ૧૦,૪૦૦ રૂપિયા આપવા પડશે'. એક દિવસ બાદ, પ્રિયંકા સિંહે દેવાંગના પટેલને ફોન કર્યો હતો અને દાવો કર્યો હતો કે, ગિફ્ટ પાર્સલમાં ઇં૩૦,૦૦૦ છે અને ગિફ્ટ ક્લેઈમ કરવા માટે તેણે વધારે ૯૫ હજાર રૂપિયા આપવા પડશે. દેવાંગના પટેલ તૈયાર થઈ જતાં તેણે મહિલાએ આપેલા બેંક અકાઉન્ટ નંબરમાં ૧.૩૫ લાખ રૂપિયા ભર્યા હતા. બાદમાં, દેવાંગનાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી અને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. બાદમાં તેણે, આ મામલે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે આઈટી એક્ટની કલમ હેઠળ પણ ગુનો નોંધ્યો હતો.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution