વલસાડ, વલસાડ જિલ્લા માં ભંગાર ના ધંધા સાથે સંકળાયેલા ભંગારીયાઓ વાહનો ને ભંગાર માં ખરીદી કરી સરકાર ની પરમિશન વગર ગેરકાયદે વાહનો તોડી સ્પેરપાર્ટ છુટા પાડી છૂટક માં વેચી પોતા ના ગજવા ભરી રહ્યા છે. ઇ્‌ર્ં અને પોલીસ તંત્ર ની બેદરકારી થી ભંગારિયાઓ બેફામ બની સરેઆમ સરકાર ને ચૂનો ચોપડી રહ્યા છે વલસાડ જિલ્લા ના તમામ તાલુકાઓ સહિત ઉદ્યોગ ની નગરી વાપી માં સૈકડો ભંગરિયાઓ પોતાની ભંગાર ની દુકાન લઈ ને બેઠા છે ધમધમતી કંપનીઓ માંથી સ્ક્રેપ ભંગાર લઈ પોતા નો વેપાર કરે છે લોખંડ ,તાંબું, પિત્તળ ,એલ્યુમિનિયમ કાસ્ટિંગ સહિત પસ્તી નો ભંગાર લેતા આ ભંગરિયાઓ સ્ક્રેપ થઈ ગયેલ વાહનો ની પણ ખરીદી કરે છે ભંગાર માં લીધેલ વાહનો ને ગેરકાયદે તોડી સ્પેરપાર્ટ છૂટાં કરી કમાણી કરતા હોય છે પરંતુ વાહન ને ભંગાર માં આપવા પહેલા વાહન ના રજિસ્ટ્રેશન આરટીઓ માંથી રદ કરવાનું હોય છે પરંતુ ભંગારિયાઓ બેફામ બની સરકારી નીતિનિયમો નો સરેઆમ નિલામીકરણ કરી પોતા ની મરજી પ્રમાણે વાહન ને તોડી રહ્યા છે.વાપી , ઉમરગામ , વલસાડ શહેર માં સરેઆમ નાના મોટા વાહનો ના એન્જીન ,ગેયરબોક્સ થી લઇ તપામ સ્પેરપાર્ટ સેકન્ડ માં વેચાઈ રહ્યા છે. દરેક એન્જીનો પર એન્જીન નંબર હોય છે વાહન ના ચેસીસ નંબર હોય છે તમામ ની ચકસણી કરવા માં આવે તો જિલ્લા માં થયેલ અનેક વાહનો ની ચોરી નો ભેદ પણ ખુલે.નાના પાયે સ્ક્રેપ નો ધંધો કરતા મોટા ભાગ ના ભંગારિયાઓ ગેરકાયદે જ વાહનો તોડતા હોવાની લોકો માં બુમ ઉઠી છે જયારે મોટા પાયે ભંગાર નો ધંધો કરતા કેટલાક વેપારીઓ મોટું ગોડાઉન રાખી ગોડાઉન માં તમામ પ્રકાર ના વાહનો ને તોડતા હોય છે આ વેપારીઓ કેટલાક વાહનો ના રજિસ્ટ્રેશન રદ કરવી તેજ વાહનો ની આડ માં અનેકો વાહનો સહીત ચોરી ના વાહનો પણ ગાયબ કરી દેતા હોવાની ચર્ચા સમગ્ર જિલ્લા માં ચકડોળે ચઢી છે