10, જાન્યુઆરી 2023
13266 |
અમદાવાદ નવી શિક્ષણ નીતિ મુજબ ધોરણ ૧ માં પ્રવેશ માટે ૧ જુન સુધી બાળકની ફરજિયાત છ વર્ષની ઉંમર પૂરી થઈ હોવી જરૂરી છે.જાેકે આ નિયમના કારણે અનેક બાળકો પહેલાં ધોરણમાં એડમિશનથી વંચિત રહી શકે છે.જેને લઈને શાળા સંચાલક મંડળે સરકાર પાસે ૧ જુનની જગ્યાએ ૧૪ જૂન સુધી ૬ વર્ષની ઉંમર પૂર્ણ થાય તક એડમિશ માટે ગ્રેસ પિરિયડ આપવાની માંગણી કરી છે. રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને માંગણી કરી છે કે નવી શિક્ષણનીતિ મુજબ હવે પહેલા ધોરણમાં બાળકને પ્રવેશ આપવો હશે તો ૧ જૂન સુધીમાં બાળકની ઉંમર છ વર્ષ પૂરી થતી હોવી જાેઈએ. જાે બાળકની ઉંમર છ વર્ષ પૂરી ના થતી હોય તો એડમિશન ના આપવું જાેઈએ.આ ર્નિણયના કારણે અનેક વાલીઓ પોતાના બાળકને એડમિશન ધોરણ ૧માં કરાવી શકશે નહીં.એપ્રિલ મહિનામાં શૈક્ષણિક વર્ષ શરૂ કરવાનું નવા શિક્ષણ નીતિમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જેનો અમલ આ વર્ષે થઈ શકે તેમ નથી તેથી બંનેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પહેલા ધોરણમાં એડમિશન માટે છ વર્ષની ઉંમર પૂરી થતી હોય તે માટેનો સમયગાળો ૧ જૂનથી વધારીને ૧૪ જૂન સુધી રાખવો જાેઈએ.