વડોદરા, તા.૧૨

 આજ થી શૈક્ષણિક સત્ર નો પ્રાંરભ થવા જઇ રહ્યો છે. કોરાનાં મહામારી બાદ પેહલીવાર રાબેતા મુજબ શાળાઓ તેનું શૈક્ષણિક સત્ર શરૂ કરશે.

 રવિવારની જાહેર રજા અને સોમવાર થી શરૂ થતા શૈક્ષણિક સત્ર શરૂ થવાનાં વાલીઓ પોતાનાં બાળકો માટે સ્કુલની વિવિઘ ચીજ વસ્તુઓ ખરીદવા બજારમાં ઉમટી પડયા હતા. છેલ્લી ઘડીની સ્કુલની ચીજવસ્તુઓની ખરીદીનાં કારણે બજારોમાં સ્ટેશનરી, યુનિફ્રોમ, સ્કુલબેગ બુટ, ચોપડાઓ અને નોટબુકોની દુકાનો પર ખરીદી માટે વાલીઓની ભીડ જાેવા મળતી હતી. તો બીજી બાજુ મોંઘવારીનાં કારણે શાળાકિય ચીજવસ્તુઓ ૨૦ થી ૩૦ ટકા મોંઘી થયા છતા વાલીઓ પોતાનાં બાળકો માટે અભ્યાસનું મહત્વ સમજી જરૂર અને યુનિફોર્મ સહિતની ચીજવસ્તુઓ ખરીદી રહ્યા છે. શહેરના બજારો માં મોટી સંખ્યામાં વાલીઓ બાળકો સાથે શાળા અભ્યાસ માટેની ચીજવસ્તુઓ ખરીદવા છેલ્લી ઘડીએ એક સાથે ઉમટી પડતા સ્ટેશનરી, યુનિફોર્મ સ્કુલબેગ બુટ, સહિતની દુકાનોના વેપારીઆ ગ્રાહકો ને સેવા આપવા માટે ભારે વ્યસ્ત જણાતા હતા. શહેરનાં અમદાવાદી પોળ, ગાંઘીનગરગૂહ, માંડવી ,અલકાપુરી, વિસ્તારોમાં શાળાઓની ચીજવસ્તુઓ વેચાંણ કરતી દુકાનો પર ભીડ જાેવા મળી હતી. ગ્રાહકોની જરૂરીયાતોને પોંહચી વળવા દુકાનદારોએ પોતાનાં સ્ટાફમા પણ વઘારો કર્યો હતો. શાળાઓની ચીજવસ્તુઓનાં વેપારી યોગેશભાઇ જાેષીએ જણાવ્યું હતુ કે ૨૦૨૦ નાં વર્ષમાં કોરાના મહામારી પછી પ્રથમવાર રાબેતા મુજબ જુનમાં શાળાનું શૈક્ષણિક સત્ર ઓફલાઇન શરૂ થવા જઇ રહ્યું છે.લાબાગાળા બાદ શાળાકિય ચીજવસ્તઓની ખરીદી અને તેની જરૂરીયાતમાં વઘારો થયો છે.

ઉનાળા વેકેશનના અંતે આજથી શહેર-જિલ્લાની શાળાઓ વિદ્યાર્થીઓથી ધમધમશે

 આજ સોમનારથી શહેર- જિલ્લાની , સરકારી અને ખાંનગી શાળાઓનાં પરિસરો વિર્ઘાથીઓથી ગુંજી ઉઠશે. જાે કે કોરાના મહામારી બાદ પેહલીવાર જુનથી રાબેતા મુજબનું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. પરંતુ સાથે છેલ્લા એક સપ્તાહમાં રાજ્યમાં કોરાનાનાં કેસો જે રીતે વઘી રહ્યા છે તે જાેતા વાલીઓને બાળકોની ચિંતા પણ સતાવી રહી છે. અને તેમને ઓનલાઇન શિક્ષણની પણ આશંકા પણ સેવાઇ રહી છે.

ચીજવસ્તુઓ ખરીદી માટે શાળા સંચાલકોની જાેહુકમી નહીં ચાલે

રાજય શિક્ષણ વિભાગે વિર્ઘાથીઓ અને વાલીઓનાં હિતમાં નિર્ણય કર્યો છે જાે કોઇ શાળા સંચાલકો વિર્ઘાથીઓને પુસ્તકો, નોટબુકો, યુનિફોર્મ સહિતની ચીજવસ્તુઆ ચોકકસ દુકાનો પરથી ખરીદવાનો આગ્રહ રાખે અથવા આડકતરી રીતે દબાણ કરે તો તો વાલીઓ શાળા સામે ડીઇઓને ફરીયાદ કરી શકે છે. વાલીની ફરીયાદમાં તથ્ય જણાશે તો શાળાની આ અનિયતતાનાં ભાગરૂપે શાળા સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પેહલીવારની અનિયતતામાં ૧૦ હજાર અને ત્યારબાદ દંડાત્મક કાર્યવાહી ૨૫ હજાર કરવામાં આવશે અને પાંચથી વઘુ વખત કોઇ શાળા સામે અનિયમિતતાની ફરીયાદ મળશે તો શાળાની માન્યતા રદ કરવામાં આવશે.