જેરુસલેમ-

કોરોના મહામારીની વચ્ચે ઇઝરાઇલથી એક સારા સમાચાર આવ્યા છે. ઇઝરાઇલના વૈજ્ઞાનિકોએ ઉંદરના જીવનને ૨૩ ટકા વધારવાનો રસ્તો શોધી લીધો છે. આ અત્યંત મહત્વની શોધને જાે માણસો પર લાગુ કરવામાં આવે છે તો મનુષ્યનું જીવન ૧૨૦ વર્ષ થઈ શકે છે. રિસર્ચ દરમિયાન વૈજ્ઞાનિકોએ એસઆઇઆરટી૬ નામના પ્રોટીનનો પુરવઠો વધારીને ૨૫૦ ઉંદરોના જીવનકાળને ૨૩ ટકા સુધી વધાર્યું છે. ટાઇમ્સ ઑફ ઇઝરાઇલના રિપોર્ટ પ્રમાણે એસઆઇઆરટી૬ પ્રોટીન સામાન્ય રીતે વૃદ્ધાવસ્થાની પ્રક્રિયાને નબળી કરી દે છે.

જર્નલ નેચર કૉમ્યુનિકેશનમાં પ્રકાશિત રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ કહ્યું કે, એસઆઇઆરટી૬ પ્રોટીનથી ભરપુર પશુઓને કેન્સરથી સંક્રમિત થવાનો ખતરો ઓછો છે. બાર ઇલાન યુનિવર્સિટીના પ્રોફેસર હેમ કોહેને કહ્યું કે, “જીવન અંદાજામાં બદલાવ ઘણો મહત્વપૂર્ણ છે. એ પણ ત્યારે કે જ્યારે તમે માનો છે કે આ રીતે વૃદ્ધિથી આપણે ૧૨૦ વર્ષ સુધી જીવી શકીશું.” કોહોને કહ્યું કે, “ઉંદરોમાં અમે જે બદલાવ જાેયો છે તેને માણસોમાં પણ લાગુ કરી શકાય છે અને જાે આવું થાય છે તો આ ઘણું રોમાંચક રહેશે.” કોહેનની લેબ એ દવાઓને શોધવાનો પ્રયત્ન કરી રહી છે જેનાથી સુરક્ષિત રીતે માણસોના શરીરની અંદર એસઆઇઆરટી૬ નામના પ્રોટીનને વધારી શકાશે. વર્ષ ૨૦૧૨માં કોહેન પહેલા એવા વૈજ્ઞાનિક હતા જે પશુઓમાં પ્રોટીનના સ્તરને વધારવામાં સફળ થયા હતા, જેનાથી તેમનું જીવન વધ્યું હતુ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૧૨માં નર ઉંદરોનું આયુષ્ય ૧૫ ટકા વધારવામાં આવ્યું હતુ, પરંતુ માદા ઉંદર પર આની કોઈ અસર નહોતી થઈ. તાજેતરના સંશોધનમાં સામે આવ્યું કે, એસઆઇઆરટી૬ પ્રોટીનની માત્રા વધારવાથી નર અને માદા બંને ઉંદરોની ઉંમર વધી છે. રિસર્ચ દરમિયાન નરની ઉંમર ૩૦ ટકા અને માદાની ઉંમર લગભગ ૧૫ ટકા વધી ગઈ. વૈજ્ઞાનિકોએ જાેયું કે વૃદ્ધ થતા ઉંદરોની અંદર ઊર્જા પેદા કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. જાે કે આવા વૃદ્ધ ઉંદરો જેમની અંદર એસઆઇઆરટી૬ પ્રોટીનની માત્રા વધારે હતી, તેમણે સરળતાથી ઊર્જા બનાવી લીધી. કોહેને કહ્યું કે આગામી ૨થી ૩ વર્ષની અંદર તેમની લેબ આ પ્રયોગને માણસોમાં કરવામાં સફળ થઈ જશે અને એસઆઇઆરટી્‌૬ પ્રોટીનને વધારવાની એક ચોક્કસ દવા બનાવી લેશે.