ભરૂચમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ
10, મે 2021 594   |  

ભરૂચ.ભરૂચનાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ભારે પવનો ફુંકાતા ધૂળની ડમરીઓ ઉડવા માંડી. ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડયો.ભરૂચમાં શનિવારે બપોરે સખત ગરમી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. બપોરથી જ મેઘગર્જનાઓ થવા માંડી હતી. થોડા સમય બાદ ભારે પવન ફૂંકાવાનું ચાલુ થઈ જતાં ધુળ ઉડતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી હતી. જંબુસર રોડના વિસ્તારમાં વૃક્ષો પડતાં વાહન વ્યવહાર પણ થોડા સમય માટે ઠપ્પ થઈ ગયો હતો, જેથી વાહન ચાલકો અટવાયા હતા. જયારે ભરૂચનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. કમોસમી વરસાદ પડવાથી ધરતીપુત્રો ચિંતામાં મુકાયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution