ટોરોન્ટો

બહુસાંસ્કૃતિક વારસા માટે જાણીતા ટોરોન્ટોમાં કેનેડામાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ જોવા મળી છે. કેનેડામાં પગપાળા જતા મુસ્લિમ પરિવારના પાંચ સભ્યોને તેની ટ્રક સાથે ટક્કર મારી હતી. આ ઘટનામાં પરિવારના ચાર સભ્યોનાં મોત નીપજ્યાં છે અને એકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કેનેડિયન પોલીસે સોમવારે આ વિશે જણાવ્યું હતું. આરોપ છે કે ટ્રક ચાલકે મુસ્લિમ હોવાના કારણે પરિવારને નિશાન બનાવ્યો હતો.

ઓન્ટેરિઓમાં પોલીસે જણાવ્યું કે ભોગ બનેલા લોકોમાં 74 વર્ષની મહિલા, 46 વર્ષનો એક પુરુષ, 44 વર્ષીય મહિલા અને એક 15 વર્ષની એક છોકરી શામેલ છે. નવ વર્ષનાં બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિવારે નામ ન આપવાની વિનંતી કરી છે. આ મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે ચાર લોકોની હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે શંકાસ્પદ નાથાનીએલ વેલ્ટમેન (20) ઓન્ટારીયોમાં લંડનનો રહેવાસી છે અને તે પીડિતોને ઓળખતો નથી.

પોલીસે જણાવ્યું કે શંકાસ્પદ વ્યક્તિની નજીકના મોલના પાર્કિંગ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. લંડનના પોલીસ વડા સ્ટીફન વિલિયમ્સે કહ્યું: "અમારું માનવું છે કે પીડિતોને નિશાન બનાવવામાં આવ્યા હતા કારણ કે તેઓ મુસ્લિમ છે. જો કોઈ પણ સમુદાયને નફરતની ભાવનાથી નિશાન બનાવવામાં આવે તો સમુદાય ખાસ કરીને મુસ્લિમોમાં ભય અને ગભરાટ પેદા થઈ શકે છે.