વડોદરા : વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક સંજયકુમાર છોટાલાલ પટેલની ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક -૨૦૨૦ને માટે પસંદગી કરવામાં આવી છે.છેલ્લા ૨૨ વર્ષથી શિક્ષણ સમિતિની શાળામાં ફરજ બજાવતા સંજય દ્રષ્ટિવાળા શિક્ષકને શિક્ષક દિને પાંચમીના રોજ રાજ્યના રાજ્યપાલ દ્વારા શાલ,સન્માનપત્ર અને રોકડ પુરસ્કાર આપીને સન્માન કરાશે.તેઓએ રામકૃષ્ણ મિશન, અવંતિકા જેવી સંસ્થાઓ દ્વારા સન્માન મેળવ્યું છે. આ ઉપરાંત વર્ષ ૨૦૦૮માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાયા હતા. તેમજ વર્ષ ૨૦૧૮માં મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. સમિતિના વિદ્યાર્થીઓને તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામની મુલાકાત કરાવી આપી કલામ કો સલામ કાવ્ય રચનાનું તેઓ સમક્ષ પઠન કર્યું હતું. 

નવરચના સપના ઐયરને સીબીએસઈ ટીચર્સ એવોર્ડ

શહેરની નવરચના સ્કૂલમાં ગણિત વિષયના શિક્ષિકા સપના ઐયરની ટીચર્સ-ડે ૨૦૧૯ માટેના સીબીએસઈ ટીચર્સ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવ્યાં છે. આ વરસે જાહેર કરાયેલા ૪૮ એવોડ્‌ર્સમાં ગુજરાતમાંથી પસંદ થયેલા તેઓ એકમાત્ર શિક્ષિકા છે. તેમને પ્રમાણપત્ર અને રૂા.પ૦ હજાર રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. સપના ઐયરે એમ.એડ્‌. તેમજ યુજીસી નેટની લાયકાત સહિત ટ્રીપલ માસ્ટર્સ ડિગ્રીનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત માઈક્રોસોફટ ઈનોવેશન એજ્યુકેટર એક્સપર્ટ પણ છે.