સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ૭૪૦૦૦ની સપાટીને પારઃ શેરબજાર આજે બે સેશનમાં ચાલશે
મુંબઈ,
શેરબજારમાં તેજીનો નવો દોર હોય તેમ આજે પણ ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સ ૭૪૦૦૦ની સપાટીને પાર કરીને પાછો ફર્યો હતો. શેરબજારની આજે શરૂઆત તેજીના ટોને થઇ હતી વિશ્વબજારમાં ઉછાળો હોવાથી સંગીન પડઘો પડ્યો હતો. ખાસ કરીને અમેરિકામાં ડાઉજાેન્સ ઇતિહાસમાં પ્રથમ વખત ૪૦૦૦૦ની સપાટીને પાર કરી ગયો હોવાથી સારી અસર થઇ હતી.અમેરિકામાં મોંઘવારી હળવી થતાં આવતા સમયમાં વ્યાજદર ઘટવાનું શરુ થવાના સંકેતોથી જાેરદાર તેજી થઇ હતી. જાે કે ડાઉજાેન્સ ૪૦૦૦૦ ક્રોસ કરી ગયા બાદ પાછો પડ્યો હતો અને મામુલી ઘટાડો સુચવતો હતો જાણીતા શેર બ્રોકરોના કહેવા પ્રમાણે વિદેશી નાણા સંસ્થાઓની વેચવાલી ધીમી પડતા અને સ્વદેશી ફંડો જંગી રોકાણ ઠાલવતા હોવાથી માર્કેટમાં દબાણ વર્તાતું નથી.સારી અસર પડી રહી છે ચૂંટણીમાં મોદી સરકારની જીત થવાનો આશાવાદ પણ દ્રઢ બનતો હોવાથી તેજીને ટેકો મળતો રહ્યો છે. ચૂંટણી પરિણામોને હવે એકાદ અઠવાડિયાની વાર છે તે પૂર્વે માર્કેટ કેવું રહે છે તેના પર નજર રાખવામાં આવી રહી છે. દરમ્યાન શેરબજાર આવતીકાલે શનિવાર હોવા છતાં બપોર સુધી ચાલુ રહેવાનું છે. આવતીકાલે સવારે ૯-૧૫ થી ૧૦ અને ૧૧-૩૦ થી ૧૨-૩૦ તેમ બે સેશનમાં કામકાજ થશે. સોમવારે મુંબઇમાં લોકસભા ચૂંટણીનું મતદાન હોવાને કારણે માર્કેટ બંંધ રહેવાનું છે. શેરબજારમાં આજે જેએસડબલ્યુ સ્ટીલ, કોટક બેંક, મહીન્દ્ર, મારૂતી, એનટીપીસી, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાઇટન, એચડીએફસી બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસીમ જેવા શેરોમાં ઉછાળો હતો.જ્યારે હિન્દ લીવર, ઇન્ફોસીસ, લાર્સન, ટીસીએસ, બજાજ ફાઇનાન્સ, એચસીએલ ટેકનો, સીપ્લા જેવા શેરો નબળા હતા. મુંબઇ શેરબજારનો સેન્સેેટીવ ઇન્ડેક્સ ૨૩૭ પોઇન્ટના ઉછાળાથી ૭૩૯૦૧ હતો જે ઉંચામાં ૭૪૦૭૦ તથા નીચામાં ૭૩૪૫૯ હતો. નેશનલ સ્ટોક એકસચેંજમાં નીફટી ૫૬ પોઇન્ટ વધીને ૨૨૪૬૦ હતો જે ઉંચામાં ૨૨૫૦૨ તથા નીચામાં ૨૨૩૪૫ હતો.
Loading ...