આરટીઓની ગંભીર બેદરકારીઃ વડોદરામાં બે વાહનોને એક જ નંબર ફાળવાયા
03, સપ્ટેમ્બર 2020

વડોદરા-

વડોદરા પોલીસ દ્વારા બજાવવામાં આવતા ઈ ચલણમાં ગંભીર છબરડો સામે આવ્યો છે. હાલ પાલિકા દ્વારા માસ્ક વગર ફરતા લોકોને પણ ઈ-મેમો ફટકારવામાં આવી રહ્યો છે. આવામાં મેમો મોકલતા એક જ નંબરના બે વાહનો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે આરટીઓની ગંભીર બેદરકારી પણ સામે આવી છે કે, કેવી રીતે બે વાહનોને એક જ સરખા નંબર આપી શકે છે. એક નંબરની બે ગાડીઓ ફરતી હોવાનો પણ ખુલાસો થયો છે.

વડોદરામાં હાલ માસ્ક વગર ફરતા લોકો દંડ કરવામાં આવી રહ્યો છે. ત્યારે માસ્ક વગરના વાહન ચાલકોને પણ ઈ-મેમો મોકલવામાં આવે છે. આવામાં એક ગંભીર છબરડો સામે આવ્યો કે, પાલિકાએ દર્શનાબેન પટેલ નામની મહિલાને મેમો મોકલ્યો હતો. તેમની એક્ટિવાના નંબર પર માસ્ક માટે મેમો મોકલાયો હતો. આવામાં તેમના પતિ ચિરાગભાઈ ચેક કર્યું હતું, તો એક જ નંબરની બે ગાડી હોવાનું ખૂલ્યું હતું.

વ્હાઇટ કલરની એક્ટિવાનો મેમો બ્લેક કલરની એક્ટિવાને અપાયો હતો. એક્ટિવાના નંબર પર ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારાયો હતો. જાેકે બન્ને એક્ટિવના નંબર એક જ નીકળતા વિવાદ થયો. આરટીઓ એપ્રુવ મેમો ૨ - ૨ ગાડીમાં આવતા વિવાદ ઉભો થયો છે. સમગ્ર મામલે વાહન ચાલક પોલીસમાં ફરિયાદ નોંધાવશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution