શાહરૂખે પોતાની ટીમ KKRનું ફેન એન્થમ ગીત રજૂ કર્યું,દેખાયો નવા લૂકમાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, ઓક્ટોબર 2020  |   3366

મુંબઇ 

બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન બે વર્ષ પછી રૂપેરી પડદે પાછા ફર્યા છે. શાહરૂખ ખાને પોતાની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સનું ફેન એન્થમ ગીત રજૂ કર્યું છે. કેકેઆરના આ એથંમ (KKR Theme Song 2020)માં પણ શાહરૂખ ખાન નજરે પડી રહ્યા છે. આ દ્વારા શાહરૂખ ખાને પોતાના ફેન્સને એક નાનકડી ટ્રીટ આપી છે. જો કે શાહરૂખના ફેન્સ હવે તેના આવનારા પ્રોજેક્ટની જાહેરાતની રાહ જોઇ રહ્યા છે. 2 વર્ષ પછી મોટા પડદા પર શાહરૂખ ખાનનો નવો લૂક લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છેગીતનું ટાઇટલ લાફાઓ (Laphao) ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યું છે, જેનો અર્થ બંગાળી ભાષામાં કૂદકો લગાવવા એમ થાય છે. મેચ દરમિયાન, ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે તેમણે આવી કેપ પણ પહેરી હતી. ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે શાહરૂખ ખાન પોતાના નવો લૂક અને હેરસ્ટાઇલને છુપાવવા માટે હૂડ અને કેપ પહેરી રાખે છે.


કદાચ પોતાની નવી હેરસ્ટાઇલ છુપાવવા માટે શાહરૂખ ખાન દુબઈમાં મેચમાં પણ કેપ પહેરેલો જોવા મળ્યો હતો. આ સમય દરમિયાન એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે કિંગ ખાને તેની આગામી ફિલ્મ માટે આ નવો લૂક કર્યો છે. જો કે, તસવીરો સાફ સામે નથી આવી રહી. હવે પહેલીવાર શાહરૂખની સંપૂર્ણ ઝલક આ ગીતમાં જોવા મળી છે. 

એવા સમાચાર પણ આવ્યા છે કે શાહરૂખ ખાન નવેમ્બરથી તેની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો છે. જોકે શાહરૂખે હજી તેના આગામી પ્રોજેક્ટ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તે ટૂંક સમયમાં સિદ્ધાર્થ આનંદની ફિલ્મ 'પઠાણ'માં જોવા મળશે. આ ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત અભિનેત્રી દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ પણ નજરે પડશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution