ગાંધીનગર-

શંકરસિંહ વાઘેલાએ તાજેતરમાં વાઇરલ થયેલી અર્નબ ગોસ્વામીની ચેટ મામલે ભાજપ સરકાર અને અર્નબ ગોસ્વામીને આડેહાછ લીધા છે. શંકરસિંહ વાઘેલાએ મીડિયાનું સંબોધન કરતા જણાવ્યું કે, ભાજપ સરકાર નિર્લજ્જ, બેશરમ છે અને દયાવિહીન છે. હિંસા અને અત્યાચારમાં માનવાવાળી સરકાર છે. આ સરકાર ગોધરાકાંડ વાળી છે.

વધુમાં છેલ્લા 20માં વર્ષમાં થયેલી આતંકવાદની ઘટના પર જણાવ્યું હતું કે, ગોધરા,અક્ષરધામ અને પુલવામાં એટેકમાં સરકાર જવાબદાર છે. આઇટી, ચૂંટણી પંચ, સુપ્રીમ કોર્ટ, આરબીઆઇ અને પાર્લામેન્ટ કબજો કરી રાખ્યો છે. ટીઆરપી માટે ચેનલો પોતાનું જમીર વેચે છે જે ચલાવી શકાય તેમ નથી. અર્નબ ગોસ્વામીની પહોંચ પીએમઓ સુધી છે. અર્નબ ગોસ્વામીની કોલ ડિટેલ્સ ચકાસવામાં આવે છે. અર્નબ ગોસ્વામી અનેકવાર પીએમઓમાં ગયા હતા. નેશનલ સિક્યુરિટી એડવાઇજર રિટાયર્ડ વ્યક્તિ છે. રાષ્ટ્રવાદી કહેનાર લોકો રાષ્ટ્રદ્રોહી છે અને અર્નબ ગોસ્વામી પર રાષ્ટ્દ્રોહ કેસ થવો જોઈએ.પુલવામાં એટેકમાં ગુજરાત રજીસ્ટ્રેશનવાળી ગાડી હતી અને ગોધરા, અક્ષરધામ અને પુલવામાંની ઘટના સરકારની મહેરબાનીથી થઈ છે.