ટોક્યો-
ભારતના ખેલાડીઓ મેદાનમાં જાદુ ચલાવી રહ્યા હોય તેમ એક પછી એક મેડલ ભારતને અપાવી રહ્યા છે. ટોક્યો પેરાલિમ્પિક્સ ૨૦૨૦માં ભારતને સતત ઉપલબ્ધીઓ મળી રહી છે. શરદ કુમાર અને મરિયપ્પન થંગાવેલુ બંનેએ હાઇ જંપ T63 ઇવેન્ટમાં મેડલ જીતી લીધો છે. થંગાવેલુએ રિયોએ ઓલમ્પિક બાદ સતત બીજી વાર મેડલ પોતાના નામે કર્યુ છે. શરદ કુમાર અને મરિયપ્પન થંગાવેલુ બંનેએ પહેલા અટેમ્પ્ટમાં જ 1.73 મીટરનો સફળ જમ્પ માર્યો હતો ત્યાર બાદ 1. 77 મીટરના જંપને પહેલા જ અટેમ્પ્ટમાં ક્લિયર કર્યો હતો. ભારતના શરદ કુમાર પહેલાથી જ લીડમાં હતા, પરંતુ તેઓ 1.83 મીટરના જમ્પમાં સફળ ન રહ્યા.ત્યાર બાદ રેસમાં ફક્ત મરિયયપ્પન અને અમેરીકાના ગ્રીવ સૈમ રહ્યા હતા અને બંનેએ 1.86 ના માર્ક પર જમ્પ કર્યો હતો. ત્રણ અટેમ્પ્ટ બાદ પણ મરિયપ્પન 1.86 મીટરનો જમ્પ ક્લિયર ન કરી શક્યા. એવામાં બીજી તરફ ત્રીજા પ્રયાસમાં અમેરીકાના ગ્રીવે સફળ જમ્પ સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.
Loading ...