દિલ્હી-

પાકિસ્તાની સેના તેની નકારાત્મક વિરોધી કાર્યવાહીથી દુર જતી નથી. દરરોજ, જમ્મુ-કાશ્મીરની કંટ્રોલ લાઇન અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સીઝફાયરના ઉલ્લંઘનમાં ફાયરિંગ થઈ રહ્યુ છે. આ સિલસિલા માં, પાક આર્મીએ મોડી રાત પછી થયેલા યુદ્ધ વિરામના ઉલ્લંઘનમાં, પૂંછ જિલ્લાના કસબા-કિરની અને બાલાકોટ સેક્ટરમાં ભારે ગોળીબાર કર્યો હતો. જેમાં ભારતીય સૈનિકોએ પણ પાકિસ્તાનના આ નફરતકારક કૃત્યનો જડબાતોડ જવાબ આપ્યો છે.

પાકિસ્તાની સેનાએ શુક્રવારે મોડી, રાત્રે પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે કિરની અને બાલાકોટ નગરોમાં ફાયરિંગ શરૂ કરી હતી. આ સમય દરમિયાન, પાકિસ્તાની સેનાએ સેક્ટરમાં સ્થિત ભારતીય ચોકીઓ અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવતા મોર્ટાર શેલો પણ ચલાવ્યા હતા. આ ગોળીબારમાં ભારતીય સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન જવાનનુ મોત નીપજ્યુ હતુ. ભારતીય જવાનો એ પણ પાકિસ્તાની ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો હતો.