કોરોના વાયરસને કારણે દેશમાં છેલ્લા કેટલાક મહિનાથી લોકડાઉન ચાલુ છે, જાકે, હવે સરકાર લોકોને ‘અનલોક ૨’ ની સાથે સાવચેતી પણ આપી રહી છે. આવી સ્થિતિમાં કેટલીક સિરિયલોનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. તાજેતરમાં જ ‘કુમ કુમ ભાગ્ય’ની એક્ટ્રેસ શ્રુતી ઝાએ લોકડાઉન પછી શૂટિંગ શરૂ થવા પર મન મોકળું કરીને વાત કરી હતી.તાજેતરમાં તેણે આપેલા એક ઇન્ટરવ્યૂમાં કોરોનાના સમયમાં શૂટિંગ ફરી શરૂ કરવા અંગે જણાવ્યું હતું, આ નવું છે, આ ચોક્કસપણે સામાન્ય નથી, અને હું જાણું છું કે દરેક વ્યક્તિ કહે છે કે, અમારી ટીમ શ્રેષ્ઠ છે. પરંતુ હું ખરેખર માનું છું કે કુમકુમ ભાગ્યની પ્રોડક્શન ટીમે જે રીતે સેટ પર બધું તૈયાર કર્યું છે તે, ખરેખર બિરદાવવા યોગ્ય છે. હું ફરીથી શૂટિંગથી શરૂ થવા પર ખૂબ જ ગભરાઈ ગઈ હતી, પરંતુ જ્યારે હું સેટ પર પહોંચી ત્યારે મારો બધો ડર ખતમ થઇ ગયો હતો.ઝાએ સેટ પર લેવામાં આવતી સાવચેતીઓ વિશે જણાવ્યું હતું કે,”દરેકની પોતાની મેકઅપ કીટ હોય છે. વિગ અને કોમ્બ્સ બધાને અલગ પાઉચમાં રાખેલા હોય છે. ફ્લોર પર ખૂબ ઓછા લોકો હોય છે જ્યારે બધા સેટ પર હોય છે ત્યારે દરેકે માસ્ક પહેરેલું હોય છે. અમારે જે ખુરશી ઉપર બેસવાનું હોય છે તે ખુરશી ઉપર અમારા નામોનું લેબલ લગાવવામાં આવેલું હોય છે અને સ્પોટ દાદા દરવખતે તેને સેનિટાઈઝ કરતા રહે છે.