અમદાવાદ-

અમદાવાદ શહેરમાં મહિલાઓની સલામતીના દાવા કરવામાં આવે છે પરંતુ અસામાજિક તત્વો મહિલાઓને છેડવાનો મોકો મળતા જ હેરાનગતિ કરવાનું ચુકતા નથી.તેવામાં સરખેજ પાસેના ફતેવાડી કાદરી પાર્ટી પ્લોટ પાસે રિક્ષાની રાહ જાેતી ૨૫ વર્ષીય યુવતી પાસે એક્ટિવા લઈને આવેલા નરાધમે તેનો હાથ પકડી ‘મારી એક્ટિવા પાછળ બેસી જા. હું તને ઓળખું છું,’ કહીને શારીરિક છેડછાડ કરતાં પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.

ફતેવાડી વિસ્તારમાં રહેતી એક યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં છેડતી કરનાર યુવક સામે ફરિયાદ આપી છે, બુધવારે રાત્રીના સમયે આસપાસ યુવતી અંબર ટાવરથી ચાલતાં ચાલતાં ફતેવાડી પોતાના ઘર તરફ જઈ રહી હતી. ફતેવાડી કાદરી પાર્ટી પ્લોટ પાસે તે ઊભી રહીને રિક્ષાની રાહ જાેઈ રહી હતી તે દરમિયાન એક શખ્સ એક્ટિવા લઈને આવ્યો હતો. જેણે યુવતીનો હાથ પકડી ‘મારી એક્ટિવા પાછળ બેસી જા. હું તને ઓળખું છું’ કહીને છેડતી કરી હતી.

જાેકે, યુવકની અભદ્ર હરકતથી ડરેલી યુવતીએ તેને “હું તને ઓળખતી નથી” એવું જણાવી બૂમાબૂમ કરતા લોકો એકઠા જતા એક્ટિવા ચાલક ફતેવાડી તરફ ભાગ્યો હતો.

યુવતીએ રિક્ષામાં બેસી એક્ટિવા ચાલકનો પીછો કરતા તે ફતેવાડી મસ્જિદ પાસે તેના મિત્રો સાથે ઊભો હતો. તેને જાેઈને યુવતીએ તેની પાસે જઈને તેને કહ્યું કે, તે મારો હાથ કેમ પકડ્યો? તે મારી સાથે સારું નથી કર્યું. યુવકના આવા કૃત્ય અંગે મહિલાએ પોલીસને જાણ કરતા આ શખ્સ એક્ટિવા લઈને ફરાર થઈ ગયો હતો. જાેકે, તેના મિત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, આ વ્યક્તિનું નામ શાહરૂખ ઉર્ફે કાળિયો સલીમ શેખ છે. યુવતિએ આ બાબતની જાણ તેના ભાઈને કરી હતી. આ મામલે વેજલપુર પોલીસે ફરિયાદ નોંધીને વધુ આરોપી યુવકની શોધખોળ શરૂ કરી છે.