ગાંધીનગર, ગુજરાતનાં વિવિધ શહેરોમાં વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ વીજ મીટરને લગાવવાને લઈને વીજ ગ્રાહકોમાં ભારે વિરોધ જાેવા મળી રહ્યો છે. તેવા સંજાેગોમાં વીજ કંપનીઓ દ્વારા એક મહત્વપૂર્ણ ર્નિણય લેવાયો છે. જેમાં હવે સરકારી કચેરીઓમાં આ સ્માર્ટ વીજ મીટર લગાવવાનો ર્નિણય કરાયો છે. જેના થકી સામાન્ય નાગરિકોમાં રહેલી ગેરસમજને દૂર કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે. રાજ્યની વીજ કંપનીઓ દ્વારા વીજ ચોરીની ઘટનાઓને ઘટાડવા માટે નવો પાયલોટ પ્રોજેકટ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં વીજ કંપનીઓ દ્વારા રાજ્યના વિવિધ શહેરોમાં સામાન્ય નાગરિકોના ચાલુ વીજ મીટરને દૂર કરીને પ્રિપેઇડ સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યા છે. જાે કે, આ પાયલોટ પ્રોજેકટમાં જ વીજ કંપનીઓને ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા’ જેવો ઘાટ સર્જાયો છે. રાજ્યના વડોદરા, સુરત સહિતના શહેરોમાં આ સ્માર્ટ વીજ મીટરનો પાયલોટ પ્રોજેકટ અમલમાં મૂકાયો છે. ત્યારે આ શહેરોના વીજ ગ્રાહકોમાં આ સ્માર્ટ વીજ મીટરને લઈને ભારે વિરોધ અને નારાજગી જાેવા મળી રહી છે. જેમાં વીજ ગ્રાહકોની ફરિયાદો છે કે, આ સ્માર્ટ મીટર બમણું ફરે છે અને મહિના દિવસના પૈસા ૧૫ દિવસમાં જ ખતમ થઈ જાય છે. જેના લીધે વડોદરા અને સુરત શહેરના વીજ ગ્રાહકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વીજ ગ્રાહકોની ફરિયાદો છે કે, અગાઉ જૂના વીજ મીટરમાં બે મહિને રૂ. ૨૦૦૦ જેટલું બિલ આવતું હતું. પરંતુ આ નવા સ્માર્ટ વીજ મીટરમાં ૧૫ દિવસમાં જ રૂ. ૨૦૦૦ની વીજળી વપરાઇ ગઈ છે. એટલે કે, ત્રણથી ચાર ગણું વધુ વીજળી બિલ આવે છે. જેના કારણે વીજ ગ્રાહકોમાં ભારે નારાજગી જાેવા મળી છે અને તેઓ માંગણી કરી રહ્યા છે કે, નવા મીટર કાઢીને જૂના મીટર લગાવી દેવામાં આવે. વીજ ગ્રાહકોના ભારે વિરોધ અને નારાજગી વચ્ચે વીજ કંપનીઓ દ્વારા એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. હાલમાં જે રહેણાકી વિસ્તારોમાં નવા સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા છે, ત્યાર બાદ તંત્ર દ્વારા હવે આ નવા સ્માર્ટ વીજ મીટરને સરકારી કચેરીઓમાં લગાવવાનો ર્નિણય કરાયો છે. વીજ કંપનીઓ દ્વારા આ ર્નિણય લેવા પાછળનો હેતુ એવો છે કે, આ નવા સ્માર્ટ વીજ મીટર અંગે સામાન્ય નાગરિકોમાં જે ગેરસમજ પ્રવર્તી રહી છે, તેને દૂર કરવા માટેનો છે.
વડોદરામાં ધારાસભ્ય રોકડિયા જનતાની વહારે આવ્યા, સ્માર્ટ મીટર પર હાલ રોક
રાજ્યના વિવિધ શહેરોમાં વીજ કંપની દ્વારા નવા સ્માર્ટ વીજ મીટર નાખવામાં આવ્યા છે. તેને લઈને વીજ ગ્રાહકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં આ નવા સ્માર્ટ વીજ મીટરના મામલે સયાજીગંજના ધારાસભ્ય કેયૂર રોકડિયા વીજ ગ્રાહકોની મદદે આવ્યા છે. સ્માર્ટ વીજ મીટરના મામલે સયાજીગંજના ધારાસભ્ય કેયૂર રોકડિયા દ્વારા તેમના મત ક્ષેત્ર એવા સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં નવા સ્માર્ટ વીજ મીટર નાખવાનું કામ હાલ પૂરતું બંધ કરાવી દીધું છે. ધારાસભ્ય રોકડિયાએ વીજ તંત્રને કહ્યું છે કે, જ્યાં સુધી જે નવા નખાયેલા સ્માર્ટ મીટરની ફરિયાદો ઉકેલવામાં નહીં આવે ત્યાં સુધી નવા સ્માર્ટ વીજ મીટર નાખવાનું બંધ કરાવ્યું છે.