દાહોદ તા.૨૯ 

દાહોદ તાલુકાના રળિયાત ગામે આવેલ વૃંદાવન સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદરથી બે એલ ઈ ડી ટીવી તેમજ વાસણો વિગેરે ચોરી કરી લઇ જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

વૃંદાવન સોસાયટીમાં રહેતા જીગ્નેશકુમાર રાજેશકુમાર બારીઆ ના બંધ મકાનમાં ગતરાત્રીના સમયે અજાણ્યા ચોરી ઈસમોએ પોતાનો કસબ અજમાવી મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદરથી ૨ એલઈડી ટીવી, વાસણો વિગેરે ચોરી કરી લઇ ગયા હતા અને સામાન પણ વેર વિખેર કરી ગયા હતા. વહેલી સવારે ઉપરોક્ત મકાનના માલિક ને પોતાના મકાનમાં ચોરી થઇ હોવાની જાણ થતા પોલીસ મથક નો સંપર્ક સાંધ્યો હતો અને પોલીસ પણ તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવી હતી પોલીસે આ સંબંધે જરૂરી તપાસ હાથ ધરી કાર્યવાહી શરૂ કરી છે.