તો સુખ છે ક્યાં?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, એપ્રીલ 2026  |   વડોદરા   |   495

ખની પ્રાપ્તિ માટે માનવજાતે વિકાસની હરણફાળ ભરી છે, પણ યક્ષપ્રશ્ન એ છે કે સુખી થવા માટે માણસ અહીં સુધી પહોંચ્યો પણ શું તે સુખી થયો છે?

આન્દ્રે અગાસી(છહઙ્ઘિી છખ્તટ્ઠજજૈ), ટેનિસનો લેજેન્ડરી ખેલાડી, ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન. આઠ વાર ગ્રાન્ડ સ્લેમ વિજેતા, ૧૯૯૬ ઓલિમ્પિક ગોલ્ડ-મેડાલિસ્ટ. કુલ ૮૭૦ મેચ જીતનાર આ ખેલાડીએ ૨૫ વર્ષો સુધી એક અત્યંત પ્રભાવશાળી ટેનિસ પ્લેયર તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું! આ રમતના ઈતિહાસમાં એ બેસ્ટ સર્વિસ રિટર્નર હતો. ટેનિસની રમતે ૧૯૯૦ના દાયકામાં તેની ખોવાયેલી પ્રતિષ્ઠા પાછી મેળવી એનો બધો શ્રેય બીબીસી આન્દ્રે એગસી ને આપે છે. એગસી એક વર્ષમાં પોતે મેળવેલા વિજયોમાંથી ૩૧ મિલિયન ડોલર અને જાહેરાતોમાંથી ૨૫ મિલિયન ડોલર કમાતો. એની પાસે બધું જ હતું - ખ્યાતિ, સમૃદ્ધિ અને સફળતા. વર્લ્ડ નંબર વન બન્યા પછી તે સુખી થવા ઇચ્છતો હતો. પણ એને સુખનો અનુભવ થતો નહોતો. પોતાની આત્મકથા ‘ર્ંઁઈદ્ગ’ માં તે લખે છે,

“હું બધાને કહું છું કે શ્રેષ્ઠ બનવાથી સારું લાગે છે, પણ હકીકતમાં એ જુઠ્ઠાણું છે. એવું કશું હું અનુભવતો નથી. હું એ અનુભવવા માંગું છું. એ અનુભૂતિ મારી અપેક્ષા છે. પણ હકીકત એ છે કે હું એવું કશું જ અનુભવતો નથી... હું ઘણા કલાકો સુધી શેરીઓમાં રખડતો રહું છું... અને વિચારતો રહું છું કે મારામાં શું ખામી છે! હું આ દુનિયાનો નંબર વન ટેનિસ પ્લેયર છું, અને છતાં અંદરથી હું ખાલીપાનો અનુભવ કરું છું. જાે નંબર વન બન્યા પછી પણ વ્યક્તિને ખાલીપાનો કે અસંતોષનો અનુભવ થતો હોય તો પછી રમવાનો મતલબ જ શું?”

એને એની સફળતાથી સંતોષનો અનુભવ થતો નહોતો. એને પોતાની સમૃદ્ધિનું સુખ અનુભવાતું નહોતું. એને કશી અનુભૂતિ જ થતી નહોતી. કોઈક વસ્તુનો અભાવ હતો. આખું વિશ્વ સુખ માટે જેની પાછળ દોડે છે, એગસી પાસે તે બધું જ સર્વોચ્ચ સ્થિતિમાં હતું. પદ-પ્રતિષ્ઠા, પૈસા બધું જ. પણ આ બધું જ હૃદયનો ખાલીપો ભરી શક્યા નહીં

આટલું બધું જાણ્યા પછી થાય કે તો સુખ છે ક્યાં? તે એક એવા વ્યક્તિ પાસેથી જાણીએ જેઓને અખંડ સુખનો અનુભવ છે. જેઓ અપાર પ્રવૃત્તિઓની વચ્ચે અખંડ આનંદમાં રહ્યા છે. મુશ્કેલીઓના વાવાઝોડામાં પણ જેમનો આંતરિક આનંદ અકબંધ રહ્યો છે. તેવા વિશ્વવંદનીય સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને એક વિખ્યાત સમાચારપત્રના તંત્રી શ્રી કનુભાઈએ પ્રશ્ન પૂછ્યો કે, આપના જીવનમાં અફસોસ નો વિષય કયો? ત્યારે તુરંત જ તેઓને પ્રત્યુત્તર આપતા પ્રમુખસ્વામી મહારાજે જણાવ્યું કે, “ના એવો કોઈ પ્રસંગ નથી. આનંદ ને આનંદ જ રહ્યા કરે છે.” આજે ૭ અબજના વિશ્વને આશ્ચર્ય પમાડે તેવું આ વિધાન છે કે એક પણ પ્રસંગ દુ:ખનો નથી. ખેડૂતથી લઈને રાષ્ટ્રપતિ સુધી, મજૂરથી માંડી મહાજન સુધી અને અમેરિકાથી-આદિવાસી સુધી બધા લોકોએ તેઓના જીવનમાં અખંડ આનંદનો અનુભવ નિહાળ્યો છે.

પ્રમુખસ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ સભા મુંબઇમાં યોજાઇ હતી. તે વખતે વિખ્યાત અભિનેતા પરેશ રાવલ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પોતાના વક્તવ્યમાં જાહેરમાં વાત કરી કે સાધુ સંતોને મળવા જાઉં ત્યારે હું બહુ સાવચેત રહું છું... પણ પ્રમુખસ્વામી મહારાજનાં અંતિમ દર્શન માટે જ્યારે હું સારંગપુર ગયો હતો ત્યારે મને અનુભવ થયો કે તેમના નશ્વર દેહમાં જે દિવ્યતા જણાતી હતી, તે જાેઈને મને અફસોસ રહી ગયો કે આ પુરુષ આ પૃથ્વી પર જીવંત હતા ત્યારે હું તેમને મળી શક્યો નહીં. આટલું બોલતા તેમનો કંઠ ભરાઈ ગયો. તેઓ ભાવાર્દ્ર બની ગયા. જીવનમાં કંઇક ચૂકી ગયાનો વસવસો આંખોના ખૂણે છલકાઈ ગયો. પ્રમુખસ્વામી મહારાજના સંપર્કમાં આવનાર પ્રત્યેક સુખ-શાંતિ અને દિવ્યતાનો અનેરો અનુભવ કરતા. તો તેઓ પોતે સુખ શાંતિથી કેટલા ભરેલા હશે તેનું અનુમાન કરી શકાય છે. આબાલ વૃદ્ધ સહુ કોઈને સ્પર્શતી હતી તેઓની સુખદ પ્રતિભા. એક અકિંચન સાધુ કે જેઓની પાસે કોઈ લૌકિક સંપત્તિ નથી છતાં આનંદ ભરપૂર છે, તો શું હતું તેઓના અખંડ સુખનું રહસ્ય?

રોજબરોજના વ્યવહારિક કાર્ય કરતાં કરતાં પણ સુખની અનુભૂતિ થાય તેવો એક ઉપાય જણાવતાં પ્રમુખસ્વામી મહારાજ કહેતા “બીજાના સુખમાં આપણું સુખ છે, બીજાના આનંદમાં આપણો આનંદ છે, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે.” વાસ્તવિકતા એવી છે કે સુખની શોધમાં આપણે દૂર-સુદૂર સુધી પ્રવાસ ખેડી નાંખ્યો પણ સુખી થવાની ચાવી આપણી આસપાસ જ છે. ‘હું શું લઈ શકું’ એમ નહીં ‘હું બીજા માટે શું કરી શકું’ તે વિચારધારા આપણે કેળવવાની છે. પ્રમુખસ્વામી મહારાજે પોતાના જીવન દ્વારા આપણને સમજાવ્યું કે જ્યારે આપણે પ્રભુની પ્રસન્નતા માટે બીજાના ભલા અર્થે જે કોઈ શુભ કાર્ય કરીએ છીએ તેનાથી આપણને જીવનમાં એક અનોખો આનંદ અને દીર્ઘકાળનો સંતોષ પ્રાપ્ત થાય છે. જીવન વધુ સાર્થક લાગે છે. બિલ ક્લિન્ટન જ્યારે ૨૦૦૧ની સાલમાં ગાંધીનગરમાં પ્રમુખસ્વામી મહારાજને મળ્યા ત્યારે તેઓએ પોતાની અનુભૂતિ જણાવતા કહ્યું હતું કે સ્વામીશ્રી તમારી આંખોમાં મને સચ્ચાઈનાં દર્શન થાય છે, તમે બીજાને પાછા પાડીને નહીં બીજાને આગળ લાવીને આગળ આવ્યા છો.’ આ હતું તેમના અખંડ આનંદમય જીવનનું એક રહસ્ય. બીજાના ભલામાં આપણું ભલું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution