લો બોલો, ચોરીના આરોપીની ચાર્જશીટ કરવાનું ભુલી ગયા PSI?, બેદરકારી સામે આવતા સસ્પેન્ડ 

અમદાવાદ-

રખિયાલ પીએસઆઆઈની બેદરકારીથી ચોરીનો આરોપી જામીન પર છૂટ્યો હોવાથી રખિયાલના પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પીએસઆઈએ આરોપીની સમયસર ચાર્જશીટ કરવાનું ભુલી ગયા હોય બેદરકારી દાખવી હતી.

રખિયાલ પોલીસ સ્ટેશનમાં નોધાયેલા ચોરીના ગુનામાં ડી સ્ટાફ પીએસઆઈ જે જે હળવદીયા દ્રારા આરોપી સલમાન ઉર્ફે ભુરેખાન પઠાણને 29 જાન્યુઆરી 2021ના રોજ ધરપકડ કરી હતી. આરોપીની 90 દિવસમાં ચાર્જશીટ રજુ કરવાની હોવા છતા પીએસઆઈએ ચાર્જશીટ રજુ કરી ન હતી. બીજી બાજુ આરોપીએ જામીન મેળવવા માટે અરજી કરી હતી. જેમાં 90 દિવસથી વધુનો સમય જેલમાં થઈ ગયો છે છતાં તપાસ અધિકારીએ સમયસર ચાર્જશીટ રજૂ કરી નથી. આરોપી કસ્ટડીમાં છે અને પોલીસની હજુ સુધી તપાસ પૂર્ણ થઈ નથી તેથી જામીન મેળવવાનો હકદાર છે તેવી અરજી કરી હતી. જેથી આરોપીને જામીન આપવામાં આવ્યા હતા. બીજી બાજુ પીએસઆઈએ તેમની ફરજમાં ગંભીર પ્રકારની બેદરકારી અને નિષ્કાળી દાખવેલ હોવાનું જાણવા મળતા તેમને તેમની ફરજ પરથી મોકુફ કરવામાં આવ્યા છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution