વડોદરા-

ભારતીય જનતા પાર્ટી દ્વારા રમત ગમતને પ્રોત્સાહન આપવામાં આવે છે . દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જયારે દેશને ઓલમ્પીક | પેરા - ઓલમ્પીકમાં મેડલ અપાવનાર ખેલાડીઓને સન્માનિત કર્યા અને તેઓ દ્વારા દેશના બીજા ખેલાડીઓને પ્રેરણા મળે રહે , આવા તેમના વિચારની દરેક રાજયમાં રમત ગમત સેલની રચના કરવામાં આવેલ છે . જેમાં ગુજરાત રાજયની પણ રચના થયેલ છે . જેમાં દરેક જિલ્લાઓમાં રમતગમત લક્ષી કામગીરી હાથ ધરી છે . જેમાં ખેલાડીઓને લગતા પ્રશ્નો તથા સરકારશ્રી રમતગમતને લગતી યોજનાઓ ખેલાડીઓ સુધી પહોંચાડવામાં આવશે . વડોદરા જિલ્લા તરફથી અર્જુનસિંહ મકવાણાને ગુજરાત પ્રદેશ વતી વડોદરા શહેરની જવાબદારી સોંપવામાં આવેલ છે . તેઓ પોતે બાસ્કેટ બોલ રમતના કોચ તથા ઇન્ટરનેશનલ ખેલાડી છે . તેઓ દ્વારા વડોદરા શહેરમાં અવારનવાર શાળાકીય , સ્ટેટ લેવલ , નેશનલ લેવલ તથા ઈન્ટરનેશનલ લેવલની સ્પર્ધાઓનું આયોજન થતું રહયું છે . તેઓ ધ્વારા રાજયના ખેલમહાકુંભનું ૨૦૧૧ ના ઉદ્ઘાટનની જવાબદારી પણ નિભાવી ચૂકયા છે . જેમાં રાજયના તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજી પણ ખાસ ઉપસ્થિત રહયા હતા અને સાથે સાથે અક્ષયકુમાર પણ ઉપસ્થિત રહયા હતા . તેઓ પોતે ઘણા એસોસીએશન સાથે સંકાળાયેલા પણ છે . લગભગ છેલ્લા ૨૦ વર્ષોથી આવા પ્રકારના રમતગમતના કાર્યક્રમોનો બહોળો અનુભવ ધરાવે છે . તેઓ પોતે સ્પોર્ટસ ઓર્થોરીટી ઓફ ગુજરાતની ડીસ્ટ્રીકટ લેવલ સ્કૂલ તથા રાજયની એકેડેમી પણ બી.આર.જી. ગૃપની ઊર્મી સ્કૂલ સંભાળે છે .

સી.બી.એસ.ઈ. દિલ્હીની સ્પોર્ટસ કમીટીના પણ સભ્ય છે અને ગુજરાત ખાતે તમામ સી.બી.એસ.ઈ.ની શાળાઓમાં જુદી જુદી રમતોનું આયોજન પણ કરે છે . તેઓના આવા આયોજન બદલ તેઓને સી.બી.એસ.ઈ. દિલ્હી દ્વારા બેસ્ટ સ્કૂલ સ્પોર્ટસ પ્રમોશનનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલ છે . હાલ તેઓ બી.આર.જી. ગૃપની ગુજરાત પબ્લીક સ્કૂલ તથા ઊર્મી સ્કૂલમાં સ્પોર્ટસ ડાયરેકટર તરીકે ફરજ બજાવે છે . તેઓ દ્વારા દિવ્યાંગ ખેલાડીઓની જુદી જુદી રમતો તથા દિવ્યાંગ ક્રિકેટની રમતના આયોજનનો પણ અનુભવ ધરાવે છે . વધુમાં શ્રી અર્જુનસિંહ મકવાણાએ જણાવ્યું હતું કે , આવનાર દિવસોમાં રમતગમતને પ્રોત્સાહન મળે તે પ્રકારના કામો કરવામાં આવશે . છેલ્લા ૨ વર્ષથી કોરોના મહામારીમાં લોકો પોતાના સ્વાથ્ય પ્રત્યે સજાગ બન્યા છે . જેથી તેઓને ફિટ ઈન્ડીયા મુવમેન્ટ અંતર્ગત રમતગમત પાછળ દોરવામાં પ્રયત્ન કરવામાં આવશે તથા વડોદરા શહેરમાં રાજય , રાષ્ટ્રીય તથા આંતરાષ્ટ્રીય રમતો રમાય તેવા પ્રયત્નો કરવામાં આવશે . રમતગમતનો સ્તર શાળા તથા કોલેજ લેવલ પર વધે અને ખૂબ સરસ રમગવીરો દેશનું ગૌરવ વધારે તેવા પ્રયત્નો કરવામાં આવશે.