પાકિસ્તાન માટે જાસૂસી: જાણીતી યૂટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ
17, મે 2025 495   |  


ચંડીગઢ, પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરાઈ છે. અત્યાર સુધીમાં પંજાબના મલેરકોટલા અને હરિયાણાથી કુલ ૬ પાકિસ્તાની જાસૂસોની ધરપકડ થઇ છે.

જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાન હાઈ કમિશનમાં કાર્યરત દાનિશ નામના અધિકારીના સંપર્કમાં હતી. જ્યોતિ પોતાની ટ્રાવેલ ચેનલ ચલાવે છે અને તે પાકિસ્તાન પણ ગઈ હતી અને અનેક ગુપ્ત માહિતીઓ પાકિસ્તાનમાં શેર કરતી હતી. જ્યોતિના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે સંબંધો બન્યા. ૨૦૨૩માં જ્યોતિએ પાક.નો પ્રવાસ કર્યો હતો. આ યાત્રા તેણે કમીશન દ્વારા વિઝા લઈને કરી હતી. દરમિયાન જ્યોતિની મુલાકાત પાક. હાઈ કમિશનના કર્મચારી એહસાન ઉર રહીમ ઉર્ફે દાનિશ સાથે થઈ હતી. દાનિશના માધ્યમથી જ્યોતિની ઓળખ પાકિસ્તની ગુપ્તચર એજન્સીના અન્ય એજન્ટ્સ અલી અહેસાન અને શાકિર ઉર્ફે રાણા શહબાઝ સાથે થઇ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution