શરદી-ખાંસી ન થાય તે માટે પહેલાંથી જ આ હેલ્ધી ડ્રિંક રોજ પીવાનું શરૂ કરી દો!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, જુલાઈ 2020  |   792

સામાન્ય રીતે શરદી હોય ત્યારે કે શારિરીક પીડા થાય ત્યારે ઘરેલુ ઇલાજના રુપમાં હળદરવાળા દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. શું તમે જાણો છો કે હળદરવાળા દૂધના એક નહીં અનેક ફાયદા છે. હળદર તેના એન્ટીસેપ્ટિક અને એન્ટીબાયોટિક ગુણો માટે જાણીતી છે. દૂધ કેલ્શિયમનો સ્ત્રોત હોવાના કારણે શરીર અને મગજ માટે અમૃત સમાન છે, પરંતુ જ્યારે બંનેના ગુણોને ભેગા કરવામાં આવે તો તે તમારા શરીરને અદભુત ફાયદા આપે છે.

જો તમને શરીરના બહારના કે અંદરના ભાગમા ઇજા થાય તો હળદરવાળુ દૂધ આ ઘાને ઝડપથી ભરવામાં મદદ કરે છે. કેમકે તે પોતાના એન્ટી બેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણોના કારણે બેક્ટેરિયા થવા દેતુ નથી.

શરીરના કોઇપણ ભાગમાં દુખાવો થતો હોય તો હળદરવાળુ દૂધ ઝડપથી આરામ આપે છે. હાથ પગ અને શરીરના અન્ય ભાગમાં દર્દની ફરિયાદ હોય તો રાતે સુતા પહેલા હળદરવાળુ દૂધ અવશ્ય પીવો. 

દૂધ પીવાથી ત્વચામાં પ્રાકૃતિક ચમક ઉત્પન્ન થાય છે. દૂધ સાથે હળદરના સેવનથી એન્ટીસેપ્ટીક અને એન્ટીબેક્ટેરિયલ હોવાના કારણે ત્વચાની સમસ્યા જેમ કે ઇંફેક્શન, ખંજવાળ, ખીલ વગેરેના બેક્ટેરિયાને ઘીમે ધીમે ખતમ કરી દે છે. તેના કારણે તમારી ત્વચા સાફ અને સ્વસ્થ તેમજ ચમકદાર દેખાય છે. 

શરદી થઇ હોય, તાવ કે કફ થયો હોય ત્યારે પણ હળદરવાળા દૂધનુ સેવન લાભદાયક છે. તેનાથી તાવ શરદીમાં તો રાહત મળે જ છે, પરંતુ ગરમ દૂધના સેવનથી ફેફસામાં જમા થયેલો કફ પણ નીકળી જાય છે.

ઠંડીની સીઝનમાં તેનું સેવન તમને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. ડબલ સીઝન હોય તેવા સંજોગોમાં પણ તમારું સ્વાસ્થ્ય સારું રહે છે.

હળદરના ગુણોના કારણે તમારી ઇમ્યુનિટી મજબુત થાય છે. તેનાથી હાડકા સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.

ઓસ્ટિઓપોરોસિસની તકલીફમાં આરામ મળે છે.

જ્યારે કોઇ કારણસર તમને ઉંઘ ન આવતી હોય તો તમારા માટે સૌથી સારો નુસખો એ છે કે હળદરવાળુ દૂધ પીવો.

રાતના ભોજન બાદ અને સુવાના અડધા કલાક પહેલા હળદરવાળુ દૂધ પીવો અને જુઓ કમાલ.

હળદરવાળા દૂધથી આંતરડા સ્વસ્થ રહે છે અને પાચનસંબંધિત સમસ્યાઓ પણ દુર થાય છે.

લોહીમાં સુગરની માત્રા વધુ હોય તો હળદરવાળા દૂધના સેવનથી બ્લડ શુગર કન્ટ્રોલમાં રહે છે.

ગરમ દૂધના સેવનથી શરીરમાં ગરમીનો સંચાર થાય છે અને શ્વાસની તકલીફમાં આરામ મળે છે.


© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution