વડોદરા, તા.૨૦ 

આજે અષાઢ વદ અમાસ સોમવારથી દશામાના પવિત્ર વ્રતનો પ્રારંભ થયો હતો. ભકતોએ ઘરોમાં દશામાની મૂતિર્ની પૂજા અર્ચના કરીને સ્થાપના કરી હતી. જયારે આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે શિવમંદિરો બમ બમ ભોલેના નાદથી ગુજી ઉઠશે. જાે કે આ વર્ષે કોરોના વાયરસના કારણે શિવ મંદિરોમાં શ્રાવણ માસમાં કોઈ વિશેષ આયોજનો કરાયા નથી. ૫વિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે શિવ મંદિરો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠશે. જાે કે શહેરના હરણી મોટનાથ મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ સહિત શિવ મંદિરોમાં કોરોના વાયરસની મહામારીમાં સોશ્યિલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જયારે કેટલાક મંદિરોમાં શિવજીના અભિષેક માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.